________________
૨૯૦
પ્રકરણ ૩૦ મું.
આ પ્રમાણે વર્ધમાન વિદ્યાલયમાં પ્રવેશ કરવાથી મહાવીર પ્રભુના પ્રભાવથી આવી અજબ શક્તિ મેળવવાને તમે ભાગ્યશાળી થયા છે તે જાણુ એવા કયા જૈને હશે કે જેના હૃદયકમળની પાંખડીઓ પ્રફુલ્લિત થયા વિના રહી હશે?!
આટલું કહી હવે આપણે કયા રસ્તે જવું તે સંબંધી નિર્ણય કરવા આપ પ્રતિનિધિ ભાઈઓને સેપી બેસી જવાની રજા લઉં છું.”
તાળીઓના અવાજ વચ્ચે તેઓ પોતાના સ્થાને બેશી ગયા. તે પછી સેક્રેટરીએ આવેલા સહાનુભૂતિના તાર તથા પત્ર વાંચી સંભલાવ્યા હતા. તે બધાને કહેવાનો આશય એ હતો કે દીક્ષા માટે કાયદો ઘડવો અને તે પ્રમાણે સાધુઓ અને શ્રાવકેએ વર્તવું. સાધુઓ ઉપર અંકુશ મુકવાની જરૂર છે.
તે પછી વિષયનિયામક સમિતિ ચુંટાઇ, તેના સભ્યોનાં નામે પ્રમુખે વાંચી સંભળાવ્યાં, અને તેમને રાત્રે આઠ વાગે મળવા માટે સૂચના કરવામાં આવી. વાળને વખત થવાથી સભા વિસર્જન થઈ
રાત્રે વિષયનિયામક સમિતિ મળી. દીક્ષા ઉપર અંકુશની દરખાસ્તના જુદા જુદા ખરડા સભામાં રજુ થયા. પ્રમુખ આવેલી દરખાસ્તો સમજાવવા લાગ્યા અને બનતા સુધી એક બીજાની સાથે હળી મળીને કામ લેવાય તે ધોરણ ઉપર સુધારા વધારા કરી દરખાસ્તને ખરડે તેમણે તૈયાર કર્યો.
બીજા દિવસે બરાબર એક વાગે સભા મળી, અને ઠરાવનું કામ હાથમાં લીધું. દરખાસ્ત મુકનાર, ટેકા અને અનુમોદન આપનારનાં વિવેચન થયા બાદ નીચે પ્રમાણે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યા
ઠરાવ ૧ લે–આચાર્ય સૂર્યવિજય મહારાજે ભદ્રાપુરીમાં કલ્યાની દીક્ષા સંબંધી જે અવિચારી અને ઉદ્ધત પગલું શેઠ ચીમનલાલની પાસે ભરાવ્યું, તે સંબંધી ખટલો કેરટે ચડ્યો અને જૈનેની અપકીર્તિ કરાવી તે માટે આ સભા દિલગીરી જાહેર કરે છે અને તે બંનેના
કૃત્ય તરફ તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com