________________
રા. બ. ભારતીકુમારનું ભાષણ.
૨૯૧
^^^^
^^
^
ઠરાવ ૨ જે–આચાર્ય સૂર્યવિજય મહારાજ પાસે શેઠ લાલભાઈએ કનકનગરમાં સાત જણને દીક્ષા અપાવી તેમાં ત્રણ જણનાં કુટુંબને દુઃખ થવાથી તે આચાર્ય પાસે ગયાં. ડોશી માથું કુટી મરણ પામી. આવી તેમની દીક્ષા માટે આચાર્ય તરફ તથા શેઠના વર્તન તરફ આ સભા ધિક્કાર બતાવે છે અને એની દીક્ષાઓને સખ્ત રીતે વખોડી કાઢે છે.
ઠરાવ ૩ –જે કોઇને દીક્ષા લેવી હોય તેણે પ્રથમ પિતાનાં નિકટનાં સગાંની સંમતિ લઈ અર્થાત તેમનું જરા પણ દિલ દુખાવ્યા શિવાય રાજ ખુશીથી સંમતિ મેળવી તે ગામના જનમહાજનને લેખી
અરજી કરવી. તે અરજીમાં લખ્યા પ્રમાણે હકીકત સાચી હોય અને તેના દીક્ષા લેવાથી જૈનધર્મને હાની પહોંચે તેવું ન હોય તે તેને દીક્ષા આપવા ઈચ્છા બતાવનાર સાધુએ તેને સંસારીપણે એક વરસ સુધી પોતાની પાસે ઉપાશ્રયમાં રાખો અને વર્તન ઉપરથી લાયક જણાય તો તેને સગાંની અને મહાજનની રજા મેળવી સાધુએ દીક્ષા આપવી. તે શીવાય સાધુએ તેને દીક્ષા આપવી નહીં. કદાચ કે આ ઠરાવ પ્રમાણે ન વર્તે તો તેમાં કેઈએ ભાગ લે નહીં અને બને તે તે અટકાવવા પ્રયત્ન કરે અને તેવા સાધુથી અસહકાર કરે.
ઠરાવ ૪ –દીક્ષા ઉપર અંકુશ મુકવા ધારાસભામાં જે દરખાસ્ત રજુ થઇ છે તેને આ સભા ટેકો આપે છે. દીક્ષા ઉપર અંકુશ મુકનારે ખાસ કાયદે અગર પીનલ કોડની કઈ કલમમાં તેવો સુધારા વધારે કરવાની આવશ્યતા આ સભા હાલના સંયોગોમાં સ્વીકારે છે. આવી દરખાસ્ત રજુ કરનાર રા. ર. વસંતલાલને આ સભા ધન્યવાદ આપે છે.
ઠરાવ ૫ મે–આચાર્યશ્રી પદ્મવિજય તથા તેવા જે આચાર્યો અને મુનિ મહારાજે આચારનું પાલન કરી, દેશ અને કાળ તરફ નજર રાખી જનસમાજનું કલ્યાણ કરવા બોધ આપી પોપકાર કરી રહ્યા છે તેમના પ્રત્યે આ સભા પૂજ્ય ભાવથી જુએ છે, તેમને ધન્યવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com