________________
રા. બ. ભારતીકુમારનું ભાષણ.
૨૮૭
ડી કીમત અંકાય, કારણ કે પાછળ કોઈની ચિંતા હોય નહીં. જે દેવું હોય તે તે આપવા પૂરતી કીંમત ગણાય, જેને યુવાન બરી હેય તેની તેથી વધારે કીમત, જેને બેરી અને છોકરાં હોય તેની તેથી પણ વધારે કીમત અને જે માબાપ બેરી વગેરે બહેળા કુટુંબવાને હોય તો તેને સદો મેટી રકમથી સહી પડે (હસાહસ). આ પ્રમાણે દીક્ષાને બઝાર ઉઘડેલો છે. જેમ કન્યાવિક્રય થાય, વરવિક્રય થાય તેમ દીક્ષાવિક્રય ન થાય તે પછી ધનવાનોના લક્ષણમાં મેટી ખામી ગણાય. લાલભાઈ શેઠે સપ્ત મહર્ષઓને દીક્ષા આપી તે તમામને મોટી મોટી રકમે આપવામાં આવી હતી અને તે ઉપરાંત દરસાલા સાલીઆણું બાંધી આપ્યું હતું. શેઠ ના પાડે તે મારી પાસે પુરાવા મેજુદ છે. ઠામઠામ લાલભાઈ શેઠના દલાલો કામ કરી રહ્યા છે. અને પૈસા વેરી રહ્યા છે. આપ સૌ જાણે છે કે લાલભાઈ દીક્ષારક્ષક મંડળના પ્રમુખ છે. એક દિવસ જ્યારે સામટું ભોપાળું ફુટશે ત્યારે
આ બઝાર પેલા બૅકબેના શેરની માફક બેશી જશે. જુઓ આ દીક્ષાના હિમાયતી શ્રીમંતના પૈસાને ઉપયોગ ! (શરમ ! શરમ !) જૈનેની બેકારી દૂર કરવી સુઝતી નથી અને આવાં દીક્ષાનાં ધતીંગે સુઝે છે. મહારાજને ચેલા કરી આપવાની શેઠ લાલભાઈએ પાનની બાધા લીધી છે (હસાહસ). આવી બાધાને બદલે જન બંધુઓના ઉદ્ધાર કરવાની પ્રતિજ્ઞા લીધી હોય તે કેટલો બધે ફાયદો થાય?”
આ પ્રમાણે દીક્ષાબઝારના શટોરીઆઓ અને દલાલે ઉપર દાખલા દલીલો સાથે એવું હાસ્યજનક અને અસરકારક ભાષણ કર્યું કે આખી સભાના મન ઉપર ઉંડી છાપ પડી. પ્રમુખે આગળ ચાલતાં જણાવ્યું કે
ગૃહસ્થ ! તમારી દીક્ષા તે ધારાસભાના ટેબલ ઉપર જઈને બેઠી. (ખુબ હસાહસ) બેસે તેમાં શી નવાઈ? દીક્ષાનિમિત્તે કેટલા બધા કેસે કેરટે ચડ્યા? દરેક જજમેન્ટમાં દીક્ષા અને સાધુઓના વર્તન ઉપર
ન્યાયાધીશોએ ટીકા કરેલી છે. ધારાસભામાં દરખાસ્ત મુકનાર મીસ્ટર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com