________________
રા. બ. ભારતીકુમારનું ભાષણ
૨૮૫
નીચે ચલાવે છે. સાધુઓ કઈ છોકરાને છાની રીતે ઉપાડી એક ગામથી બીજે ગામ જાય છે ત્યારે અંધશ્રદ્ધાળુ શ્રીમંતો તથા કહેવાતા શાસનપ્રેમીઓ પાપનો જરા પણ ડર રાખ્યા શીવાય તેમને માટે ખાસ રસેઇઆ, નેકરે સીધું સામાન વગેરે તમામ સામગ્રીએ તેમની સાથે તૈયાર રાખે છે.
આ રીતે અયોગ્ય દીક્ષાની પ્રવૃત્તિમાં સાધુઓ પંચમહાવ્રતથી પતિત થાય છે. આવા પતિત સાધુઓનાં ભોપાળાં બહાર પાડવામાં શું પાપ છે તે હું સમજી શકતો નથી. તેમને સંઘ બહાર મુકી દેવા જોઈએ. જેથી આપણે જનધર્મ અને સાધુસમાજ કલંકિત થત અટકે. તેવા કેટલાક નાલાયક સાધુઓના પાપે સારા સાધુઓ પણ વગેવાઈ રહ્યા છે. એક કવિ કહે છે કે –
पादपानां भयं वातः पद्मानां शिशिरो भयं ।
पर्वतानां भयं वज्रः साधूनां दुजनो भयं ॥ અર્થાત વૃક્ષને પવનને ભય છે, કમળને ઝાકળને ભય છે, પર્વતને વીજળીને ભય છે અને સારા માણસને દુર્જનને ભય છે. માટે એવા નાલાયક સાધુઓને તે વીણી વીણને સાધુસંસ્થાથી દૂર કરવા જોઈએ. તેમના સંસર્ગરૂપી ઝેરી ચેપને એકદમ નાબુદ કરે જોઈએ એવી મારી માન્યતા છે.
ધન્ય છે પદ્મવિજયજી જેવા આચાર્યને કે જેઓ પંચમહાવ્રતનું પાલન કરી સમયને માન આપી આપણી જનકેમનું કલ્યાણ થાય તે તરફ તેમની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. વર્ધમાન વિદ્યાલયની સીલ્વર
જ્યુબીલી વખતે તેમણે આપેલું ભાષણ સૌએ છાપામાં વાંચ્યું હશે. તે વખતના મહત્સવના પ્રમુખ અમારી કોર્ટના ચીફ જસ્ટીસ મારટીન પણ ખુશ થયા હતા. આવા પદ્મવિજયજી જેવા આચાર્યો અને મુનિ મહારાજે પાકશે ત્યારે જ આપણે ઉદ્ધાર થવાને છે.
પાત્રતા જોયા શીવાય, કસોટી કર્યા શીવાય, સહવાસમાં રાખી વર્તન જોયા વિના ગમે તેને મુંડી નાખી ચેલા બનાવવાથી કેવાં
માઠાં પરિણામ આવ્યાં છે તે સૌ જાણે છે. મહીનામાં એક બે દીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com