________________
૨૬૨
પ્રકરણ ૨૯ મું.
વીરબાળા–“ચાલો મારે ત્યાં. અમે પણ શ્રાવક છીએ. તમને કોઈપણ રીતે હરકત પડશે નહીં, તમને બધી સવડ કરી આપીશું. અને તમને તમારા ઘર ભેગાં કરીશું.” એમ હદયપૂર્વક દિલાસે આપી વીરબાળા તેમને પોતાની ઓરડીમાં લઈ ગઈ. ખાવાને માટે આગ્રહ કર્યો પણ તેમણે ના પાડી. પાણું પાઈ સ્વસ્થ કર્યો અને સુવાને માટે પથારીઓ કરી આપી.
પછી જયંતીલાલે ધીમે રહી મેનકાને પુછયું “બેન! તમે ક્યાં ભૂલાં પડ્યાં અને કેવી રીતે અત્યારે એકલાં અહીં આવી પહોંચ્યાં ?”
મેનકા એશઆળે મોઢે બોલી “આ સરિતાબેન તેના મામાને ઘેર વૈશાખ માસમાં લગ્નના પ્રસંગે આવી હતી.”
જયંતીલાલ–“લગ્ન કયા ગામ હતાં?”
મેનકા–“બક્ષીપુર ગામમાં. અમરાપુરથી મોટરમાં બક્ષીપુર જવાય છે. નાનું ગામડું છે. લગ્ન થઈ રહ્યા પછી મામાને આગ્રહ હોવાથી ત્યાં તેને રાખી. પછી મામાએ જોડેના કુંદન ગામમાં મેળે હેવાથી અને બીજા કેટલાક પુરુષો ત્યાં જવાના હોવાથી તેમની સાથે જેવા માટે તેને મેકલી. હું પણ ત્યાં જતી હતી તેથી સાથે રહેવા મને તેના મામાએ ભલામણ કરી. અમે બંને સાથે સાથે મેળે જેવા નીકળ્યાં. મેળામાં અમે ભૂલાં પડયાં. અમારી સાથે આવનાર પુરૂષમાંથી કઈ જણાયું નહીં. ક્યાંથી તે છુટા પડ્યા તેની અમને ખબર પડી નહીં. અમે તેમને શેધવા લાગ્યાં, પણ પત્તા લાગે નહીં, થાક્યાં, ઘણું ગભરાયાં અને રડવા લાગ્યાં. અમને આ સ્થિતિમાં જેમાં એક મોટરવાળાને દયા આવી; તે અમારી પાસે આવી કહેવા લાગ્યો. “બેન ! ગભરાશે નહીં. તમારે ક્યાં જવું છે? અમે જવાબ આપ્યો. “અમારે બક્ષીપુર જવું છે. અમારી સાથેનાં માણસોને પત્તો લાગતું નથી. ત્યારે તેણે કહ્યું “આટલા મોટા મેળામાં કઈ કઈને પત્તો લાગશે નહીં. અમારી સાથે ચાલો, અમે તમને હમણાં બક્ષીપુર પહોંચાડીશું. આ બે ભાઈઓને પણ બક્ષીપુર જવું છે; માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com