________________
સ્વચ્છંદી મેનકા.
રકમ
જેવાની મારફત કામ લઈએ તે બની શકે ? મારે ને તારે અરધો ભાગ. તારી બીજી બેનપણુઓ હોય તો તે તું જ્યારે લાવે ત્યારે ધંધે વધારીએ. હમણું તે તારી હીંમત ઉપર બધું કામ લઈએ. જે તું છે યુવાન, દેખાવડી, તને અલંકાર અને સુંદર કપડાં પહેરવા આપીશું એટલે ગમે તેવા પણ અંજાશે. આ બસંતીલાલ તો કઈ કઈ વખત એક રાતમાં પાંચ પાંચસે કમાય છે.”
આ સાંભળી મેનકા વિચાર કરવા લાગી. આમ તેને વિચારમાં પડેલી જોઈ જયંતીલાલે પુછ્યું “કેમ છે વિચાર કરે છે ?”
મેનકા–“વિચાર તે બીજો નહીં, પણ શેઠાણું મારા ઉપર ગુસ્સે થાય તો ફજેતી થાય તેને વિચાર કરું છું.”
જયંતીલાલ–તે તો મેં તને એક વાર કહી દીધું છે કે તેમાં તેને જરા વાંધો નથી. તું જેને, તેને પણ ધીમે ધીમે તારા જેવી બનાવી દઈશું. તારું જરા જશે એટલે તે પણ શીખશે. આપણે કાંઈ વેશ્યાવાડા જેવું કરવું નથી. પરંતુ ખાનદાની ભરેલું ખાંજરા જેવું બનાવીશું. તારી હીંમત હોય તો તે ધંધે ઉઘાડીએ અને સારે દિવસ જોઈ શરૂઆત કરીએ. રોજ રોજ તારા લાયક ફાંકડા ગ્રાહકે તને આણી આપું. પછી પૈસા કઢાવવાની જેવી તારી ચતુરાઈ.” એમ કહી જયંતીલાલે તેના ખભા ઉપર હાથ મુ. મેનકા તેને સહર્ષ સ્વીકાર કરી બોલી “તમે જે વાત કરી તેમાં શેઠાણ ભેગાં ભળે તેજ ફાવી શકાય.”
જયંતીલાલ–“એમ કેમ ? જે તને સમજાવું. ધારો કે આપણે ત્રણે બેઠાં છીએ. તેવામાં આપેલા વાયદા પ્રમાણે કઈ ગૃહસ્થ આવ્યો. પ્રથમ તો આપણે તેને આવકાર આપી બેસાડીએ. અમે આગલા - રડામાં રહીએ અને તેને અંદરના ઓરડામાં કોઈ બહાને મોકલીએ, પછી પેલા આવેલા ગૃહસ્થને અંદર જવા સૂચન કરીએ. તમે અંદરથી બારણું બંધ કરે અને બસંતીલાલનું બુલબુલ કરે છે તેમ તમે કરે. કહે, એમાં શું હરકત છે ?”
મેનકા–“ આમ કરવામાં તે કાંઈ હરકત જેવું જણાતું નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com