________________
સ્વચ્છંદી મેનકા.
૨૭૭
બનાવ્યાં છે તેથી ભરાવતાં વાર લાગી” એમ દરજીની ખેડ કાઢી જયંતીલાલે કહ્યું “કેમ મેનકા ! પેલકું તારા શરીરના માપનું છે ને ?”
મેનકા ખુશ થઈ હશીને બોલી “તમારા કામમાં શાની ખામી હૈય? બરાબર બંધ બેસતું છે. આવું જ જોઈએ” એમ કહી મેનકા પાછળ હાથ નાખી બટન કાઢવા લાગી કે જયંતીલાલ તેને હાથ ખેંચી લઈ કહેવા લાગ્યો “ઉતાવળ કરવાની નથી, હજુ તે તને શણગારવી બાકી છે.” મનગમતું બનતું હોવાથી મેનકા બોલી, “શણગારવી હોય તેટલી શણગારે, તમારી આગળ ઉભી છું.”
જયંતીલાલે કબાટમાંથી સાડી કાઢી, નેકલેસ કાઢી, બંગડીઓ કાઢી. મેનકા તેને સત્વર સત્કાર કરવા લાગી, અને થોડી વારમાં બસંતીલાલના બુલબુલ જેવી બની ગઈ. તકતા આગળ બંને છેડે ઉભાં રહી ભપકે જેવા લાગ્યાં. થોડીઘણું રહેલી લજાને પણ તિલાં િઆપી દીધી. બંને કામાતૂર થઈ ગયાં. અધીરાઈ તથા વ્યાકુલતા ભરેલા જયંતીલાલના ચાળાથી મેનકાથી સ્વાભાવિક રીતે બેલાઈ જવાયું “હવે બત્તીની શી જરૂર છે?” આ શબ્દોની સાથે જયંનીલાલ બત્તી ગુલ કરી દીધી અને બંને અંધકારને વશ થઈ ગયાં.
આજથી જયંતીલાલ અને મેનકાની પેઢી શરૂ થઈ. ભેળી બિચારી વીરબાળા જોડેના દીવાનખાનામાં નિદ્રાવશ થઈ ગઈ હતી. તેનું હૃદય એવું શુદ્ધ હતું કે ધણુની ચેષ્ટા જેવા કોઈ પણ બારણની તડમાંથી જોવાની કે કાન માંડી સાંભળવાની ઇચ્છા પણ તેને થઈ નહોતી. દુનિયામાં આવાં ભલા માણસે છેતરાઈ ઘણું પ્રકારે દુઃખી થાય છે અને મેનકા જેવી કુલટા સ્ત્રી મજમજા ભેગવી ઘણું આનંદમાં રહે છે. આ કેયડાને કેઈ ઉકેલ કરી આપશે? આવા બનાવ બનવાથી કેાઈ કવિને લખવાનું મન થઈ આવ્યું કે
ઘેલા નર ઘોડે ચડે, ડાહ્યાને બેહાલ, પતિવ્રતા ભુખે મરે, લાડુ ખાય છીનાળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com