________________
૨૮૨
પ્રકરણ ૩૦ મું. રહી છે તેને કોઈ પણ ઉપાયે નાબુદ કરવી જોઈએ. સેક્રેટરીએ તે સંબંધી પૂરતું વિવેચન કરેલું છે તેથી ફરી કહેવા માગતા નથી.
જે કામ શાસ્ત્ર વિરૂદ્ધ થાય, ધર્મ વિરૂદ્ધ થાય, લોકલાગણી વિરૂદ્ધ થાય, જેના પ્રત્યે આખી ભારતભૂમિ તિરસ્કાર બતાવે તે કામને નાબુદ કરતાં કેટલી વાર? તેને માટે આટલો બધો ઉહાપોહ અને આવી મોટી મોટી સભાઓ ભરી હજારે રૂપીઆ ખર્ચ કરવાનું પ્રયોજન શું? આવી શંકા કેઈના મનમાં જન્મ પામે તે તેમાં નવાઈ નથી.
પરંતુ, ગૃહસ્થ ! ધર્મ એ એવી ચીજ છે કે જેના નામથી ગમે તેવી દુરાચાર ભરેલી પ્રવૃત્તિ ચલાવવી હોય તે ચલાવી શકાય છે, ધર્મને નામે હજારે રૂપીઆ એકઠા કરી શકાય છે, ધર્મના નામે વ્યભિચાર સેવાય છે અને તે દ્વારા કાયાને પવિત્ર કરાય છે એવી માન્યતા પણ ઠસાવી શકાય છે. આચાર્ય કે સાધુ બોલ્યા એટલે તે તે મહાવીર ભગવાનની વાણી થઈ ચુકી. પણ ક્યાં તે મહાવીર ભગવાનનું હૃદય અને વર્તન અને ક્યાં હાલના સાધુઓનું હૃદય અને વર્તન? બે ચાર એવા સાધુઓ નીકળ્યા છે કે જેઓએ અત્યારે જૈનસંધમાં કલેશ કરાવ્યો છે. આવા સાધુઓને શ્રીમંત ગૃહસ્થ અને તેમની મહેરબાની ઉપર જીવન ગુજારનાર આશ્રિત ભકતો પૈસાની અને ખટપટની મદદ કરી ઉત્તેજન આપી રહ્યા છે. આવા શ્રીમંત અને અંધશ્રદ્ધાળુ ભક્તોની તેમને મદદ ન હોય તે જરૂર તેમના હાથ હેઠા પડે. આપણું જાતિ ભાઈઓજ દુશ્મનનું કામ કરી રહ્યા છે તેથી જ આવી ઉપરથી દેખાતી નજીવી પણ અંદરથી ઝેરી બીજના જેવું કામ કરનારી વસ્તુને માટે આટલો બધે પ્રયત્ન કરવો પડે છે. એ નાનું બીજ જમીનમાં રોપાયું છે, મૂળ નખાયું છે અને અંકુરા પણ સ્કુરાયમાન થઇ ચુકયા છે. જે તે નાના છેડવાને નછ ગણું ફાલવા દઈશું તે તે જમીનમાં ઉંડાં મૂળ ઘાલી ભવિષ્યમાં મોટું વૃક્ષ બની જશે. માટેજ ઉગતાને છેદવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com