________________
સરિતાના સંકટની શરૂઆત. સ્વછંદી મેનકા.
૨૬૫
સેબત મળે તો હું જાતે મુકવા આવીશ.” આ પ્રમાણે સરિતાના મનનું સમાધાન કરી તેઓ સુઈ ગયાં.
બીજે દિવસે સવારે જયંતીલાલ લાલભાઇ શેઠને મળવા ગયે; સરિતાનો હેવાલ કહ્યા. તે સાંભળી લાલભાઈએ કહ્યું “હવે હું ખટપટમાં પડવા માગતું નથી. તો હવે ધરાયો, લગ્ન વખતે થયેલા ભવાડા મેં જોયા. મેં તે આચાર્યને સાફ જણાવી દીધું છે કે જાઓ
જ્યાં જવું હોય ત્યાં, અહીં રહેવાથી વધારે અપકીર્તિ થશે. સારું થયું કે તે અહીંથી વરધીનગર ગયા.”
જયંતીલાલે સમય ઓળખી કહ્યું, “પણ આમાં તે પાપકારનું કામ છે પારકા લાભ લઈ જશે અને છેડી અધુર વેચાશે. કુટણખાનાવાળા તેનો ભવ બગાડશે. માટે આ કામ તો પુણ્યનું છે.”
આ સાંભળી લાલભાઈને વિચાર થવાથી જવાબ આપ્યો “ત્યારે તો તું જા, તેને વરધીનગર મુકી આવ. કંચનથી પણ ઘણે ભાગે ત્યાં હશે. ખરચ થાય તે મારી પાસેથી લેજે.”
આ પ્રમાણે તજવીજ કરી જયંતીલાલ ઘેર આવ્યો. જમી રહ્યા પછી જયંતીલાલે સરિતાને પુછયું “ કહો બેન! શે વિચાર છે? કઈ સંગાથ તે નથી. પણ હું જાતે તમને મુકવા માટે આવીશ.”
સરિતા–“તમે આવો તે ઘણું સારું.”
જયંતીલાલ-“ચાલે ત્યારે આજે બપોરની ટ્રેનમાં આપણે નીકળીએ. બોલ, મેનકા તારી શી મરજી છે? અહીં રહેવું હોય તે તારે માટે મારે ત્યાં નોકરી તૈયાર છે. તે વિધવા છે, તારે છેક છયું નથી, માબાપ નથી, એટલે નથી ઉજાગરે અને નથી કોઈને પુછવાનું. મારે તારા જેવા માણસની જરૂર છે.”
મેનકા–“સરિતા બેન કહે તે પ્રમાણે કરું, તેમને બેટું ન લાગવું જોઈએ. તેમની રજા હોય તે રહું.”
સરિતા-મેનકા બેન ! તમારે રહેવું હોય તે સુખેથી રહે, મારી સાથે જયંતીભાઈ છે એટલે મને જરા પણ ફીકર નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com