________________
૨૭૨
પ્રકરણ ૨૯ મું.
લાગી. એની પણ તસતસતી પહેરેલી હતી. જ્યાં સુધી વીરબાળાએ બારણું ખખડાવ્યું નહીં ત્યાં સુધી અછડાને આંકડો ભરાયો નહીં. અને આંકડે બનાવનાર સનીની અનેક કસુરે નીકળવા માંડી.
વીરબાળા આવી કે મેનકા ઝટ ચમકી ઉભી થઈ. શેઠાણના. હાથપગ ધવરાવ્યા. પાછાં ત્રણે જણ વાતામાં ગુંથાયાં. આ વાતો અને પેલી વાતમાં ફેર પડ્યો. પેલે આંકડે ભરાવવાની વાત તો જરા. આગળ વધેલી હતી એટલે આ પાછળ પડતી વાતે ગમી નહીં. બંનેનાં હૃદય વધુ એકાંત મેળવી ખાલી કરવા તરફ રેકાયાં.
એવી રીતે થોડાક દિવસે ગયા. જયંતીલાલની અધીરાઈ વધતી. ગઈ. મેનકાને નાટક સીનેમા ખૂબ દેખાડયાં.
એક રાત્રે વીરબાળાને જયંતીલાલ કહેવા લાગ્યો “તેં આ મેનકાની પરીક્ષા કરી ? જે કામ માટે આપણે રાખી છે તે તું ભૂલી ગઈ? તે કામને તેનામાં ગુણ છે ?”
વીરબાળા–“મને પરીક્ષા કરતાં ન આવડે, તે તે બધું તમને આવડે, તમે સુખેથી પુછી જુઓને? એમાં શાની શરમ ?”
જયંતીલાલ “પણ શી રીતે પુછી જોઉ ? તારા દેખતાં તે શરૂઆતમાં ન બોલે. બેલતાં શરમાય.”
મારા દેખતાં શરમાય તે હું બાજુની ઓરડીમાં બેસી રહીશ.. તમે તેનું મન પારખી લો, તે બધી વિદ્યા તમને આવડે છે” એમ. કહી વીરબાળાએ મેનકાને અંદર બોલાવી.
કેમ શું કામ છે ? તમે બંને એકાંતમાં છે તેથી અંદર ના આવી.” એમ વિવેકથી બેલી મેનકા વીરબાળાની જોડે આવીને બેઠી. પછી વીરબાળા બહાનું કાઢી બાજુની ઓરડીમાં જઈ એરડી બંધ કરી સુઈ ગઈ.
મેનકાએ શંકાથી પૂછ્યું “શેઠાણું કેમ અંદર જઈ સુઈ ગયાં ?”
જયંતીલાલે જવાબ આપ્યો “આજે તેને ઉંઘ આવે છે એટલે વહેલી સુઈ ગઈ. મને તે મોડા સુવાની ટેવ છે. જરા પાણી પીવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com