________________
સ્વચ્છેદી મેનકા.
૨૬૯
~~~~ ~~~ ~ ખાવ શંગારરસમય હતો. ચુંબન વગર તે દંપતીને ચાલે જ નહીં, આલેંગન શીવાય તે જેડી શોભે જ નહીં, ઘડી ઘડીમાં સ્તનના ભાગ ઉધાડા થાય તેવું સરી પડતું કપડું યુવાન સ્ત્રી પહેરે ત્યારે તેને કપડું પહેરતાં આવડયું કહેવાય, એવી કામેત્તેજક ભાવના પ્રદર્શિત કરતાં. દસ્યો નજરને આકર્ષી રહ્યાં હતાં. વળી નગ્ન જેવી દેખાતી સ્ત્રીઓ વગરને એક પણ દેખાવ નજરે પડતું નહોતું.
મેનકાને જોવામાં ખૂબ રસ પડે. ઘણું ઘણું વસ્તુઓ નવાઈ જેવી લાગતી અને જયંતીલાલ પાસેથી ખુલાસો પુછતી. મેનકા છે કે નોકર તરીકે હતી છતાં તેના સ્વભાવ પ્રમાણે તે જાણે ખાસ સંબંધી તરીકે હોય તેવા હાવભાવ કરી વાત કરતી.
આ પ્રમાણે આનંદમાં વખત ગુજારી બહાર આવી ગાડીમાં બેથી તેઓ ઘર તરફ ચાલ્યાં. રસ્તામાં સીનેમાની વાતો ચાલી રહી. “તેણે આમ પહેર્યું હતું, તે આવી દેખાતી હતી, પેલો મશ્કરી કરતો હતો, તે શરમાતી હતી.” એમ વાતમાં ઠઠ્ઠા મશ્કરી કરતાં ઘેરે આવ્યાં.
થેડી વાર થઈ કે ખાનગી વાત કરવા બસંતીલાલે જયંતીલાલને પોતાની ઓરડીમાં બોલાવ્યો. જયંતીલાલને દેખીને બકુલ જોડે આવીને ઉભી રહી. બસંતીલાલે પુછ્યું “કેમ જયંતીલાલ! ધાર્યું કામ કરીએ છીએ કે નહીં ? તમે ફાંકડી માગી તો ફાંકડી મંગાવી આપી. અમારે તે કુટણખાના સાથે એટલો બધે સંબંધ છે કે તે અમારું કામ કર્યા વિના રહે જ નહીં. પેલી છોડી તમારી જાતની નીકળવાથી જતી મુકી તે ઠીક કર્યું પણ તેને ૨-૩ માસ રાખી કેળવી હેત તો એક ખુબસુરત સુંદરી થાત. પણ મારી સલાહ પ્રમાણે એટલું ડહાપણ વાપર્યું તે માટે ધન્યવાદ આપું છું. પણ તેને ક્યાં મુકી આવ્યો?
જયંતીલાલ–“એક સારી સાધ્વી પાસે વરધીનગર મુકી આવ્યો. તે તેની મરજી પ્રમાણે તેના ઘરે પહોંચાડશે. વાત મનમાં રાખજે. મેં પેલી મેનકાને અને વીરબાળાને સંગાથ સાથે તેના ઘેર પહોંચાડી છે એમ જણાવેલું છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com