________________
૨૬૦
પ્રકરણ ૨૯ મું.
- પ્રકરણ ૨૯ મું.
જયંતીલાલ અને વીરબાળા, સરિતાના સંકટની શરૂઆત
સ્વછંદી મેનકા. * When sorrows come, they come not in single spies, but in battalions.
-Shakespeare. તમે હમણું મેડી રાત સુધી ક્યાં રોકાએ છે?”
“જાણતી નથી? હું કેટલાક દિવસથી લાલભાઈ શેઠના આચાર્ય પાસે જ હતો.”
લાલભાઈ શેઠના આચાર્ય કયા ?” “પેલા સૂર્યવિજય કહેવાય છે તે! તેઅઠવાડીઆથી ઉપડી ગયા છે.' “તેમના પણ ખૂબ ભવાડા થયા, તે તેં સાંભળ્યા ?” “ના ના, કહે તે ખરા !”
અરે ! વીરબાળા ! એ વાત તે છાપામાં જુની પણ થઈ ગઈ.” “પણ એવો તે કેવો ભવાડે બન્યો?”
એક ચંદુલાલ નામના છોકરાને તે સાધુએ દીક્ષા આપી. તેની મને ખબર પડી કે તે અત્રે આવી અને લાલભાઈના બંગલાની જોડે લાલભુવન નામનો લાલભાઈને બંગલો છે ત્યાં આચાર્યને મુકામ હતું ત્યાં જઈ માથું કુટીને મરણ પામી. ખૂબ ધાંધળ થયું !! ચંદુલાલે તથા તેમની સાથે બીજા બેએ દીક્ષા લીધી હતી અને જેમની સ્ત્રીઓ પણ ત્યાં આવી લાંઘવા બેઠી હતી તેમણે પણ દીક્ષાઓ છેડી દીધી. આવા કારણથી મહારાજને જવું પડ્યું. આપણે તો લાલભાઈ તરફથી તેમના કામકાજમાં આંટા મારતા હતા. આ બધું તેમના છોકરા નવીનચંદ્રના લગ્નના દિવસે વૈશાખ વદ ૧૦ ની રાત્રે
* જ્યારે આપત્તિ આવે છે ત્યારે થોડા પ્રમાણમાં છુપી એકલી આવતી નથી પણ સામટી યુદ્ધરૂપે આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com