________________
૨૫૮
પ્રકરણ ૨૮ મું.
ત્રણેને જોઈ લાલભાઈને ધીરજ આવી. પિતાની ડોશીને મળવા આતૂર બનેલા ચંદુલાલે પુછયું. “મારી મા ક્યાં છે?” લાલભાઈ આ પ્રશ્નથી મુંઝાયા. શું જવાબ આપે ? મેનેજર ધીમે રહી જવાબ આપો “ભાઈ ! જે બનવા કાળ હતું તે બની ગયું. શું કહું ?'
“સંપત ગઈ તે સપડે, ગયાં વળે છે વહાણ,
ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ.” (દલપતરામ) ડોશી મરી ગયાં છે, મહારાજના બંગલાની ઓરડીમાં છે.”
ચંદુલાલ આ શબ્દો સાંભળી પિક મુકી રડવા લાગ્યો. રડતાં રડતાં તેણે કહ્યું “મને મારી માનું માં જોવા લઈ જાઓ.” મેનેજર તેને લાલભુવનમાં લઈ ગયા. માને આવી રીતે મરી ગયેલી જોઈ ચંદુલાલ છાતી ફાટ રૂદન કરવા લાગે અને મહારાજના ઉપર ગાળોને વરસાદ વરસાવી દીધા. મેનેજરે તેને શાંત કર્યો અને ત્યાંથી તેને લઈ બંગલે આવ્યો અને ત્રણેના સાધુવેશ ઉતારી સંસારી કપડાં પહેરાવ્યાં. ચંદુલાલ લાલભુવનમાં ગયો અને ડોશીના શબની જોડે બેઠે.
કેદારમલ તથા જેસીંગલાલ મેનેજરને કહેવા લાગ્યા “શેઠની શરમને લીધે અમે બોલી શક્યા નહીં. અમે તે તેમને સાફ કહી દીધું હતું કે “કુટુંબ ભુખે મરે તેનું શું ?' ત્યારે તેમણે “પાંચ પાંચ હજાર રૂપીઆ મીલમાં તમારા નામે જમે રાખી વ્યાજ તમારા કુટુંબને આપીશું’ એમ કહી ઘણું દબાણ કર્યું તેથી અમે બોલી શક્યા નહીં.”
જે બન્યું તે ખરું, જd 7 વામિ, ચાલો અંદર હરકોઈબાઈ પાસે, તમારા બેરાં છોકરાં અંદર બેઠાં છે.” એમ કહી મેનેજર તેમને અંદર લઈ ગયો.
આ બંનેને જોઈ બાઈઓને ઘણેજ હર્ષ થયો. આંખમાંથી હર્ષનાં આંસુ ખરવા લાગ્યાં. હરકેઈબાઈએ તેમને આશ્વાસન અને સંતોષ આપતાં જણાવ્યું “તમારી નોકરી મીલમાં કાયમ છે, એમ સમજશે નહીં કે શેઠ તમને કાઢી મુકશે. તમને આટલા દિવસ દુઃખ
પડયું માટે તમને સો સે. રૂપીઆ આપીશું. થયાં હવે રાજી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com