________________
લાલભાઈને ત્યાં લગ્નોત્સવ-લગ્નમાં વિદ્ધ.
૨૫૯
અહીંથી તમે રાજી ખુશીથી જાએ એ જોવા ઇચ્છું છું. મેટર બહાર તૈયાર છે તેમાં બેસે. અમારે માણસ તમને તમારા ઘેર સહીસલામત રીતે મુકી આવશે.”
તેઓ હરકોરબાઈને ઉપકાર માની ત્યાંથી પિતાને ઘેર ગયાં. પછી હરકેરબાઈ પેલા ચંદુલાલને બોલાવી આશ્વાસન આપી કહેવા લાગી “જે ભાઈ! બનવાનું હતું તે બની ગયું. તારે તારી મા સાથે એટલો સંબંધ હશે. તારી નોકરી મીલમાં કાયમ છે એમ સમજવાનું છે. તે ઉપરાંત સો રૂપીઆ આપવા શેઠે જણાવ્યું છે. તમારે જમવાની અડચણ પડે તેવું હોય તો અમારા રસોડે જમવું. રસોડે જમવા મરજી નહીં હોય તો દર માસે તેને બદલે રૂ. ૨૦) વધારે આપવામાં આવશે. પણ મનમાંથી અમારા પ્રત્યે રોષ કાઢી નાખે.”
ચંદુલાલ વિશેષ નહીં બોલતાં “જેવી શેઠની મરજી” એમ કહી પાછો લાલભવનમાં ગયો. લાલભુવન આગળ તો લોકોના ટોળે ટોળાં જેવા માટે ફરવા માંડ્યાં. સવારના નવ વાગ્યા એટલે પુરીએ આવી તપાસ કર્યો. સઘળી હકીકત લખી લીધી અને “ડોશી પડી જવાથી માથું ફૂટી જવાથી મરણ પામી છે. સૂર્યવિજય આચાર્યો તે ડોશીના છોકરા ચંદુલાલને દીક્ષા આપવાથી તે કલ્પાંત કરી સાધુ આગળ રૂદન કરતી હતી અને છોકરા માગતી હતી. તેવામાં ચકરી આવવાથી પડી ગઈ હતી.” એ અભિપ્રાય જણાવી બાળવાની રજા આપી.
આ વખતે સાધુ ઉપર ખૂબ તિરસ્કાર વરસી રહ્યો. ડોશીને સ્મશાને લઈ જઈ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ને તે વિધિ પૂરી થઈ
આ દિવસથી લાલભાઈનું મન મહારાજ ઉપરથી ઉઠી ગયું. સંયોગને વશ થઈ મહારાજને ત્યાંથી વિહાર કરવાની ફરજ પડી અને પાછા પૂર્વ તરફના પ્રદેશમાં કેટલાક સાધુઓ સાથે ઉપડી ગયા. કનકનગરમાં પેસતાં કેણ જાણે કેવા અપશુકન થયેલા કે સત્કાર થયો નહીં, સ્થિર કરીને રહ્યા નહીં અને ડોશીના મરણથી કાળી ટીલી અને ધિક્કારની સાથે કનકનગર છોડવાની ફરજ પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com