________________
લાલભાઈને ત્યાં લગ્નોત્સવ-લગ્નમાં વિદ્ધ.
૨૫૭
શક્યાં નહીં. ઘરમાં જઈ મેનેજરે કહ્યું “તમારે ત્યાં સાધુઓ સંતાડેલા છે તે કયાં છે?”
- ઘરધણું આગલી રાત્રે થયેલી ધાંધળ જાણતો હતો તેથી લાંબી પંચાત નહીં કરતાં “સાહેબ! પાછળના ઓરડામાં છે” એમ કહી તેમને ઓરડામાં લઈ ગયો. આ સાધુઓમાં ગુપ્તવિજય હતા તે પોલીસના માણસને જે કહેવા લાગ્યા “તમારે કેનું કામ છે ?” મેનેજરે જવાબ આપ્યો “અમારે તે ડોશીને છેક ચંદુલાલ, એક મારવાડી બાઈને ધણુ કેદારમલ અને નાનાં બે છોકરાંવાળી સ્ત્રીને ધણું જેસીંગલાલ એમ ત્રણની જરૂર છે.”
ગુપ્તવિજય“ જુઓ ! એ ત્રણે આ રહ્યા.” મેનેજર–“ત્રણેને લાલભાઈ શેઠ બોલાવે છે માટે ચાલે.” કેદારમલ–“અત્યારે રાત્રે અમારાથી શી રીતે નીકળાય?”
મેનેજર–“નીકળાય કે ન નીકળાય, પણ આવ્યા વિના છુટકે નથી. બાઈએ શેઠના બંગલે લાંઘવા બેઠી છે અને ડેશી માથું કુટી મરવા પડી છે.”
આ સાંભળી ચંદુલાલ બલી ઉઠે “હાય ! મારી મા મરવા પડી ! મેં શેઠને ઘણુએ ના કહી પણ મને પરાણે દીક્ષા આપી, હું તે તેમની સાથે જાઉં છું અને ડોશીને મળી આવું છું” આવા ચંદુલાલના શબ્દો સાંભળી કેદારમલ તથા જેસીંગલાલ સાથે જવાને તૈયાર થયા અને મેનેજરને કહેવા લાગ્યા “ચાલો અમે પણ તમારી સાથે આવવાને તૈયાર છીએ, અમારે આ વેશ જોઈત નથી. અમે ચાર દિવસમાં પૂરેપૂરા ધરાયા.”
મેનેજર ત્રણે જણને મોટરમાં બેસાડી બંગલે લઈ ગયા અને ડોશીના મરણ થયાના સમાચાર શીવાય સર્વ હકીકત જણાવી. આ વખતે સવારના છને શુમાર થયે હતે. લોકોની આવજા શરૂ થવા માંડી, અને લાલભુવન આગળ તો ડોશીની ધમાલ થયેલી હોવાથી કેટલાક લોકો ત્યાં એકઠા પણ થયેલા હતા.
૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com