________________
લાલભાઈને ત્યાં લગ્નોત્સવ–લગ્નમાં વિદન.
૨૪૯
આ ભવાડો થયો છે. તમે શા માટે મહારાજની ખાતર આમ ખરાબ થાઓ છે ? તે બાવાઓને શા માટે ઉત્તેજન આપી ફટાડે છે અને પૈસાનું પાણી કરી આવા ગરીબોના ત્રાસ લો છો ? આમાં તમને શું પુણ્ય છે તે હું કાંઈ સમજી શકતો નથી. તમારા ધર્મગુરૂઓ એમાં પુણ્ય સમજતા હોય તો તે તમારે ધર્મ અને તેવા તમારા ગુરૂએ તમને મુબારક છે. અમે તો તેમને બોયકોટ કરીએ. આ પ્રમાણે ત્રાસ વર્તાવી દીક્ષા આપવી તેમાં લાલભાઈ તમને દયા નથી આવતી ?”
લાલભાઈ તે કાંઈ જવાબ આપી શકયા નહીં. શું જવાબ આપે ? એમ એક પછી એક મહારાજને ગાળો દેવા લાગ્યા અને ધર્મ ઉપર ટીકા કરવા લાગ્યા “જોયા મેટો ચાંલ્લો કરનાર જીવ દયાના ઉપાસક જનો? ઝીંણા જીવોની દયા ખાય અને આવી બિચારી સ્ત્રીઓની આંતરડી કકળાવે! જેમાં તેમની અહિંસા ? બધા ઠગ ભકતે છે.” એમ ઠઠ્ઠા મશ્કરી કરી સાજનમાં ચાલતા હતા. લાલભાઈના કાને તે - શબ્દો પડતા હતા, પસ્તાવો થડો થડે થવા લાગ્યો, પણ હવે શું કરે ?
એમ કરતાં કરતાં વરઘોડો વેવાઈ શેઠ સૌભાગ્યચંદ ગીરધરલાલના ઘર આગળ આવી પહોંચ્યા. તેમના તરફથી સારો સત્કાર કરવામાં આવ્યો. માંડવામાં બધા બેસી ગયા અને ખાસ ગોઠવેલી બેઠક ઉપર વરરાજા બેઠવ્યા. આ વખતે તેમના મેં ઉપર ગ્લાનિ છવાયેલી હતી. ખુબસુરત બે છોકરીઓના નાચ અને ગાયન શરૂ થયાં.
ઘર આગળ ચેરીમંડપ રચાયો. વરકન્યા માયરામાં બેઠાં. ગોર મહારાજ લગ્નવિધિ કરવા લાગ્યા. અને બરાબર રાતના અગીઆર વાગે હસ્તમેળાપ થયે, વારા ફરતી પુરૂષો અને સ્ત્રીઓ મંગલાષ્ટક બોલી દંપતીને આશીષ આપવા લાગ્યાં. લગ્નવિધિ પૂરી થઈ એટલે વરકન્યા-નવીનચંદ્ર ને સુશીલા–મોટરમાં ઘર તરફ વળ્યાં.
આ પ્રમાણે લગ્ન ઘણુ ઠાઠથી કરવામાં આવ્યાં પણ લાલભાઈ અને કુટુંબજને તેને લ્હાવો લઈ શક્યાં નહીં. લાલભાઈ અને તેમનાં પત્ની હરકેરબાઈ ઘણાંજ નારાજ થઈ ગયાં હતાં. તેમને નીકળતાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com