________________
૨૪૮
પ્રકરણ ૨૮ મું. આવ્યો પણ તે તે નાજ પાડવા લાગી. પેલું બે વરસનું છોકરું તો ગાંડઘણું કરી દેતું રાતું માની પાસે આવ્યું પણ પેલું ત્રણ માસનું છોકરું તે ટળવળવા લાગ્યું. આ દેખાવ સહન નહીં થવાથી એક પારસી અમલદારે તે છોકરાને ઉપાડી પોતાના ખેળામાં લીધું. અને છાનું રાખવા લાગ્યો. પછી પાંચ સાત મોટા મોટા ગૃહસ્થ મેનેજરને જરા ઉતાવળા અવાજે કહેવા લાગ્યા “ગમે તે ભોગે સમાધાન કરે અગર તેમના ધણુઓને સાધુ પાસેથી પાછા બેલાવી લો. આ તો ગંભીર પ્રકારનો ગુન્હ બનશે. લગ્નમાં જબરું વિશ્વ આવશે. માટે લાલભાઈને બોલાવી સમજાવો.”
મેનેજરે લાલભાઈનેબાજુમાં લઈ જઈ એમનું સમાધાન કરવા સમજાવ્યા. એક બાજુ વરઘેડાની તૈયારી થઈ રહી છે, વરરાજા મોટરમાં પગ મુકે તેટલી જ વાર છે અને બીજી બાજુ વચ્ચે આ વિઘ આવી પડયું અને તે વળી માંડવા વચ્ચેજ અને મોટા મોટા શહેરીઓની સમક્ષ. લાલભાઈએ છેવટે મેનેજરને જણાવ્યું “તમે તેમને મોટરમાં બેસાડી લઇ જાઓ અને પાંચ દસ હજારે ગમે તેમ છુટક કરે.”
મેનેજર તે બાઈઓ પાસે જઈ તેમને સમજાવવા લાગ્યો “અમે તમારા માણસને મહારાજ પાસેથી પાછા લાવી આપીએ છીએ એમ કહી પારસી અમલદાર પાસેથી બાળક લઈ તેની માને આપ્યું. દિલાસે આપી ગમે તેમ સમજાવી મીલમાં તેમનાં મકાન હતાં તે તરફ તેઓ ગયાં. સાથે આવેલા પેલા પોલીસના માણસો પણ મોટરમાં ચડયા.
તેમની મોટર ઉપડી કે વરરાજા નવીનચંદ્ર મેટરમાં બેઠા અને વરઘોડે ચાલવા લાગ્યો. વડાને આનંદ ઉડી ગયો અને આ ભવાડાની વાતે ચાલી રહી.
પછી પેલો પારસી અમલદાર મશ્કરીમાં લાલભાઈને કહેવા લાગે “શેઠ તમને આ શી લત લાગી છે? હમણાં મેં પેપરમાં વાંચ્યું હતું કે તમે સુવર્ણપુરમાં ત્રણ જણને દીક્ષાઓ હાથી ઉપર બેસાડીને આપી અને હમણાં સાત જણને અહી આપી તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com