________________
૨૪૬
પ્રકરણ ૨૮ મું.
પ્રકરણ ૨૮ મું.
લાલભાઇને ત્યાં લગ્નોત્સવ.
લગ્નમાં વિધ.
| (દેહ). તુલસી હાય ગરીબકી કબી ન ખાલી જાય,
મુએ ઢરકે ચામસેં લુહા ભસ્મ જાય. લાલભાઈ શેઠને ત્યાં ઉજમણાની અને દીક્ષાની ધામધૂમ પૂરી થઈ કે તેમના દીકરા નવીનચંદ્રના લગ્નના ગણેશ બેઠા. વચ્ચે વૈશાખ વદ ૩ ના રોજ માનપત્ર લેવાને પણ ભાગ્યશાળી થયા તે વાચકોએ વાંચ્યું. લગ્નનું મુહૂર્ત વૈશાખ વદ ૧૦ નું નક્કી કરવામાં આવ્યું હતું. તે ઉપર દેશ પરદેશથી મહેમાનો અને સગાસંબંધીઓ આવવા લાગ્યા. કન્યાના બાપ શેઠ સૌભાગ્યચંદ પણ પૈસાવાળા હોવાથી તેમણે પણ માંડવો બાંધી મોટી ધામધૂમ કરી હતી.
લગ્નના દિવસે રાત્રે શેઠ લાલભાઈને ત્યાં વરઘોડે ચડાવવાની તૈયારીઓ થવા લાગી. વીજળીની બત્તીથી પ્રકાશમાન થયેલા મોટા સુશોભિત મંડપમાં મહેમાને, નેતરેલા ગૃહસ્થો, અમલદારે બિરાજમાન થયા. લાલભાઈ મીલના એજંટ હોવાથી મીલોવાળા ગૃહસ્થની મેટી હાજરી હતી. વરરાજા નવીનચંદ્ર બધાને નમસ્કાર કરી વચ્ચે ગાદી ઉપર બેઠા.
વરઘોડો લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે તેવામાં એક ડોશી, એક નાની યુવાન મારવાડી બાઈ તથા ત્રીજી એક બાઈ તેનાં બે છોકરાં તેડીને, સાથે બે માણસો લઈને અંદર દાખલ થઈ. માંડવામાં સર્વની સમક્ષ પોકે પોક મુકી રડવા લાગી. પેલી બે છોકરાની મા તે ગાળો દઈ કહેવા લાગી “મારા ધણને દીક્ષા આપી છે તે હવે મારાં બાળકને સંભાળજે. મારા ધણને ખોટું ખોટું સમજાવી, ફોસલાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com