________________
૨૪૪
પ્રકરણ ૨૭ મું.
આ વર્તાવતા નથી ? ઘણું બાળ વિધવાએ દુઃખસાગરમાં ડુબી રહી. છે તેનો કેમ ઉદ્ધાર કરતા નથી ? આપે એવાં શાં પરાક્રમે કર્યો છે કે આપ માનપત્ર લેવા તયાર થયા ? સાત પુરૂષોને તેમના કુટુંબને ત્રાસ આપી દીક્ષા આપી તે આપનું પરાક્રમ શું સ્તુતિને પાત્ર છે ? શું ચૌદશના દિવસે નવકારશ્રી જમાડી તે પરાક્રમ છે ? શું ઉજમણા. વખતે પૂરતો બંદોબસ્ત નહીં રાખી દર્શન કરવા આવનાર સ્ત્રીઓની અંધારામાં આબરૂ લૂંટાવી તે પરાક્રમ છે ? ભદ્રાપુરીમાં જે આચાર્યના ભવાડા થયા તેમને આપ આપના લાલભુવનમાં ઉત્તેજન આપી. અનેક અનર્થો કરી રહ્યા છે તે શું પરાક્રમ છે? વાત કરવામાં વાયુ કાયના જ હણાય તેવા ડરથી મેં આગળ ખેસને ડુચે રાખી વાત કરે છે અને આપના મીલના ધંધામાં ધગધગતાં ઉકળતા પાણું ઠંડા પાણીમાં ધોધબંધ પડ્યા કરે, કાંજી માટે ચરબીને ઉપયોગ થાય. તે છતી આંખે જોયા કરે તે શું આપને પરાક્રમ? શું એ પંચેન્દ્રિય. જીવોની ચરબીના ઉપયોગથી જનધર્મ ટકાવી રાખવાના છે ?
શેઠ લાલભાઈ! દીક્ષારક્ષકવાળા તમને બનાવે છે, તમને ઠેઠ મેરૂ પર્વતના શીખર ઉપર ચડાવે છે. તમે જેટલી ઉંચાઈએ ચડે છે તેટલી ઉંચાઈથી બમણા જોરથી ભેાંય પડી ખરાબ થવાનો વખત આવશે તે તમને નથી સમજાતું? આવા માનના નશામાં તમે તમારું જ્ઞાન ભૂલી. જાઓ છે, તમારી બુદ્ધિ મારી જાય છે. સપ્તમહર્ષિઓની દીક્ષામાં તમે કેટલા બધા છળભેદ અને પ્રપંચે કર્યા છે તે તમે સમજશે નહીં કે દુનિયા જાણતી નથી. વખત આવે તે તમારું ભોપાળું બહાર આવશે. તમારા પાપને ઘડો હવે ભરાઈ રહ્યા છે. ફુટવાની તૈયારી છે. કુદરત ફયા વિના નહીં રહે. તમને વિનાશકાળે વિપરીત બુદ્ધિ સુઝી છે. શાસન પ્રેમીએ તમારા જ્ઞાતિબંધુઓને શ્વાન અને વાનરની ઉપમા આપે અને તે તમે સાંભળી રહો તે તમને શરમ ભરેલું નથી લાગતું ? લાલભાઈ શેઠ! શરમાઓ ! માનને નીશે છેડી દો. અભિમાન નરકમાં લઈ જાય છે તે તમે જન ફીલૅસૅફર થઈ નથી સમજી શક્તા ? તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com