________________
એક બાળાને ખુલ્લે પત્ર
૨૬૩
કનકનગરના કુમારપાળ, વીસમી સદીના વસ્તુપાળ અને તેજપાળ, પ્રતાપી રાણા પ્રતાપસિંહ, નરકેસરી, જૈન આલમના શહેનશાહ દાનવીર, શુરવીર આદિ અનેક અલંકારથી વિભૂષિત થયેલા શેઠજી લાલભાઈ પ્રતાપભાઈને
ખુલ્લો પત્ર. વીર માસ ગજ થકી ઉતરે ગજ ચડે કેવળ ન હાય રે મારા ધર્મબંધુ શેઠ લાલભાઈની સેવામાં. મુ. કનકનગર.
આપને માનપત્ર આપવા વૈશાખ વદ ૩ ની રાત્રે આપના દીક્ષા રક્ષક મંડળની જે સભા મળી હતી તેને સવિસ્તર હેવાલ દીક્ષા વાજંત્રના વધારામાં વાંચી તથા બીજાઓને મેઢેથી સાંભળી આ ખુલ્લો પત્ર લખવા હું પ્રેરાઈ છું.
શેઠજી! શું એ સભા આપને માનપત્ર આપવા મળી હતી કે આપનું અપમાન કરી આપને બનાવવા મળી હતી તેને આપને
ખ્યાલ આવે છે ? માનપત્રના મથાળેજ આપને જૈનઆલમના શહેનશાહની ઉપમા આપી છે. શહેનશાહ કોને કહેવાય તે આપ જાણો છે ? કુમારપાળ, પ્રતાપસિંહ, વસ્તુપાળ, તેજપાળ વગેરે જે મહાન પુરુષોની સાથે આપની સરખામણી કરવામાં આવી છે તે મહાન પુરવામાં કેવા ગુણે હતા અને તે કેવા પરાક્રમી હતા તેનું આપને જ્ઞાન છે ? જે તમારામાં તે શક્તિ હેત તે પાલીતાણાની યાત્રા સવા બે વરસ સુધી બંધ ન રહત અને સાઠ હજારને અસહ્ય કર જેનેના માથે ન પડત. શહેનશાહ છે તે તાંબર દિગંબરના ઝગડાને અંત કેમ લાવતા નથી ? તમારી શક્તિને ઉપયોગ કેમ કરતા નથી ? જેમાં બેકારી દાખલ થઈ હાડમાંસ અને લોહી ચૂસી રહી છે તો
એવા દુકર કાળને આપની અજબ શક્તિથી મટાડી દઈ કેમ ચેાથો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com