________________
લાલભાઈને અપાયેલું માનપત્ર.
૨૪૧
જવા દે છે અને તેમના નીચ કૃત્ય તરફ હસતા મુખે જુએ છે. આ આપની ઉદારતા અને આપના વિશાલ હદય માટે ખરેખર આપને માટે ઘણું જ માન ઉત્પન્ન થાય છે.
દીક્ષાકર્તવ્યપરાયણ શેઠ લાલભાઈ ! છેવટે શ્રી મહાવીર પ્રભુને પ્રાર્થના કરી અમે ઇચ્છીએ છીએ કે આવી આપની દીક્ષાકર્તવ્ય પરાયણ બુદ્ધિમાં દિન પ્રતિ દિન વૃદ્ધિ થાઓ. જેવી રીતે અન્ને સામટી સાત પુણ્યાત્માઓને દીક્ષા આપી તેમને નરભવ સફળ કર્યો છે તેવી રીતે બીજી સામટી દીક્ષા આપવા આપ પૂરા ભાગ્યશાળી થાએ અને આવા અનેક માનપત્રો મેળવી જૈનધર્મને જય જયકાર બોલાવે, અને વિરોધીઓ સામે ટકકર ઝીલી જૈનધર્મ ટકાવી રાખવા આપ દીર્ધાયુષી થાઓ. તથાસ્તુ.
કનકનગર
લી. આપના ધર્મબંધુઓ વૈશાખ વદ ૩ િદીક્ષારક્ષક સમાજના સભાસદો અને મિત્ર
ઉપર પ્રમાણે માનપત્ર વાંચી એક ચાંદીની પેટીમાં મુકી તે પેટી શેઠ લાલભાઈને આપવા માટે પ્રમુખના હાથમાં મુકવામાં આવી કે શહેનપ્રસન્નમુખે શેઠ લાલભાઈને અર્પણ કરી તાળીઓના ગડગડાટ વીરપાળ, રતનરાવ્યો.
તે પછી લાલભાઈ શેઠે માનપત્રને જવાબ આપતાં જણાવ્યું “ આજે આપના આવા અપૂર્વ ભાવથી મને એવી લાગણું થઈ છે કે મારું હૃદય આવેશથી ઉભરાઈ જઈ જીભને બોલતાં અટકાવે છે. ટુંકામાં એટલું જણાવું છું કે આ મારે દેહ સાધુ માટે અર્પણ કરેલો છે, સાધુ માટે પ્રાણ પાથરવા તૈયાર છું, મારે તમામ વૈભવ તેમને માટેજ છે. સાધુથીજ આપણે ધર્મ છે. જેમ બને તેમ સાધુની સંખ્યામાં વધારો કરવો જોઈએ. હાલમાં આશરે ચારસે સાધુઓ છે
૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com