________________
૨૫૨
પ્રકરણ ૨૮ મું.
વચ્ચે ડોશી તે હાયપીટ કરી છાતી કુટવા લાગી. પેલી મારવાડી સ્ત્રી તે લાજ કાઢી મેં વાળી મહારાજને ખૂબ ગાળો દેતી હતી. આચાર્ય મેનેજરને કહેવા લાગ્યા “આ તોફાન મારે ત્યાં શા માટે ?”
મેનેજર... તમારે ત્યાં નહીં તે ક્યાં લઈ જાઉં?” આચાર્ય–“લાલભાઇ શેઠને બંગલે.” મેનેજર–“તે તે વરડામાં છે, બંગલે તો કાઈ નથી.” આચાર્ય–“એ આવે ત્યારે થઈ પડશે.”
મેનેજર–“એ આવે ત્યારે થઈ પડે તેવું આ કામ નથી. જોડે આ બે પોલીસના માણસો છે તેમની મદદથી આ કામ બનેલું છે. વાત ગંભીર થઈ છે. બીજા ચેલાઓ પચ્યા પણ આ પચવા મુશ્કેલ છે માટે તેમના ત્રણ માણસને આપી દો એટલે બધું પટી જાય -અને લાલભાઈ શેઠની આબરૂ જળવાય. નહીં તો ફજેતીના ફાળકા છે.
આચાર્ય–“ આ લાલભુવનમાં હોય તે લઈ જાઓ.” મેનેજર-“લાલભુવનમાં ન હોય તે બતાવો તે કયાં છે?”
આચાર્ય–“તેની અમને ક્યાંથી ખબર? તે તે દીક્ષા લઈ -અહીંથી વિહાર કરી ગયા છે.”
મેનેજર—“યાં વિહાર કરી ગયા ? ” આચાર્ય-“તે અમે જાણતા નથી.”
મેનેજર—“મહારાજ! મને લાલભાઈ શેઠેજ મોકલ્યો છે. ગમે તેમ કરી આ લેકેને સંતોષ આપ્યા વિના છૂટકોજ નથી. જુઓ, બે છોકરાં ક્યારનાં રડયા કરે છે ! ડોશીએ માથું એવું કુટયું કે તેના માથામાંથી લોહી નીકળ્યું છે અને બિચારી નવી પરણેલી સ્ત્રી તો ક્યારની મુંઝાઈ ગઈ છે, માટે મહેરબાની કરી એ ત્રણે જણ કયાં ગયા છે તે બતાવે.”
મેનેજરે ઘણુએ માથાકુટ કરી પણ મહારાજ ડગ્યા નહીં. આવી રીતે રોકકળમાં તેમણે ત્રણ ચાર કલાક કાઢયા. પરણીને વરકન્યા પણ ઘેર આવી ગયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com