________________
લાલભાઇને ત્યાં લગ્નોત્સવ-લગ્નમાં વિદ્ધ.
૨૫૧
લાલભુવન આગળ ત્રણ બૈરાંવાળી મોટર દેખી આચાર્ય સૂર્ય-. વિજય ખૂબ ગભરાયા. પેલા સાતે ચેલાઓને તે તરતજ રાતે રાત ત્યાંથી વિહાર કરાવી અમુક ઘરમાં સંતાડી દેવામાં આવ્યા હતા. તેથી તેમાંને કેઈ પણ સાધુ ત્યાં નહોતે.
મેનેજરે અંદર પ્રવેશ કર્યો અને મહારાજને વાત કરી. મહારાજે જવાબ આપ્યો “હું શું કરું? તમારા શેઠ જાણે, તેમણે કહ્યું તેથી દીક્ષા આપવામાં આવી. તેમાં મારે શું દોષ છે ? બંગલાના વરંડાની વીજળીની બત્તીઓનો પ્રકાશ અંદર સારી રીતે પડતું હતું. તેથી મહારાજ જે કે અંધારાવાળી જગાએ હતા તે પણ બરાબર જોઈ શકાતા હતા. આ વખતે કેટલાક ભકતિ પણ જોડે બેઠેલા હતા. એ રીતે મેનેજરને વાત કરવામાં જરાક વાર લાગી કે પેલી ત્રણ બાઈઓ અને બે પુરૂષો અંદર દાખલ થયા અને માંડવામાં જે ફારસ કર્યો હતા તેવો ફારસ કરવા માંડ્યો અને પેલી બે છોકરાંવાળી બાઈએ તે પેલા ત્રણ માસના બાળકને એકદમ પાસે જઈ સૂર્યવિજયના ખોળામાં મુકી દીધું. “અરેરે ! જુલમ થયો ! જુલમ થયો !” એમ સાધુઓ અને બેઠેલા ભકતો બોલી ઉઠયા. “આ કેણુ લુચ્ચાઓ આવ્યા છે?” એમ એક ભક્ત બોલ્યો અને મહારાજના ખોળામાંથી બાળક લઈ નીચે મૂક્યું.
મેનેજરે જવાબ આપ્યો “એમ બુમ પાડશે નહીં.”
ભક્ત બોલી ઉઠો “શું બુમ પાડશે નહીં એમ બેલે છે? બૈરાં માણસથી સાધુને અડાતું હશે અને આમ કરૂં મહારાજના ખોળામાં મુકાતું હશે ?”
આ સાંભળી પેલી બાઈ બોલી “ ત્યારે શું મારા ધણને મારી રજ શીવાય દીક્ષા અપાતી હશે ? એમાં પાપ નહીં અને આ પાપ ! મારો ધણુ લઇ જતાં જરા વિચાર નહીં થયો? લા ધણ પાછે અગર સંભાળો આ બે છોકરાં.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com