________________
લાલભાઇને ત્યાં લગ્નોત્સવ-લગ્નમાં વિન.
૨૪૭
રૂપીઆ આપી લઈ ગયા છે તે મારે તમારા રૂપીઆ નથી જોઇતા, લાવે મારે ધણું, અગર રાખે બે છોકરાં.” એમ કહી રેતી રેતી છોકરાંને માંડવા વચ્ચે મુકીને બહાર જતી રહી. એક છોકરું તે ફક્ત ત્રણ માસનું હતું અને બીજું બે વરસનું હતું. જેનાર તે અજબ થઈ ગયા કે આ શું ?
પેલી ડોશીએ તે માથું કુટી લોહી કાઢયું અને ખૂબ છાતી કુટવા લાગી. “લાવો મારે દીકરે,” એમ બોલતી જાય અને છાતી કુટતી જાય.
પેલી બિચારી મારવાડી નાની સ્ત્રી તરતની પરણેલી ડુસકે ધ્રુસકે રડતી હતી. ગરીબ નિરાધાર હતી, ભલી હતી, રડતાં રડતાં મેં વાળતી અને બેલતી કે “હમણું પરણું છું. શું કરીશ?” વગેરે કહીં છાઓ લેતી હતી.
આ દેખાવથી સૌની આંખમાં પાણું આવ્યું. આવેલા ગૃહમાં જે વૃદ્ધ હતા તે લાલભાઈ શેઠને કહેવા લાગ્યા “અરે લાલભાઇશેઠ! આ શું છે? આ તે બીલકુલ સારું દેખાતું નથી. વરઘોડો વધે જણાય છે. સાથે પોલીસના માણસો આવેલા દેખાય છે. વખત ઓળખો. આ બે છોકરાં રડે છે, જુઓ, તેને વિચાર કરો. આ ઉપાધિ કયાંથી હાથે કરી હોરી લીધી ?” એટલામાં જોડે કેાઈ ગૃહસ્થ બેઠા હતા તેમણે મશ્કરીમાં કહ્યું “એ તે પેલા સપ્ત રૂષિના દીક્ષા મહોત્સવનું પરિણમ જણાય છે.”
લાલભાઈ તે લેવાઈ ગયા. શું કરવું તેની સુઝ પડી નહીં. એક બાજુ એ છેકરાં રડે, ડોશી છાજી લે, પેલી મારવાડીબાઈ લાજ કાઢી મેં વાળે અને બીજી બાજુ લોકોને બુમા અને તિરસ્કાર થવા લાગ્યો. મામલે ભારે થઇ ગયો. મીલને મેનેજર આ વખતે માંડવામાં હતો તે ડેશીને અને પેલી છોકરાંની માને ઓળખતે હતે. તે ઉભા થઈ ડોશીને સમજાવવા લાગ્યો અને બહાર જઈ પેલી બાઈને સમ
જાવી પરાણે ખેંચી લાવી છેકરાંને લેવા માટે આગ્રહ કરતો અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com