________________
લાલભાઈને અપાયેલું માનપત્ર.
૨૩૯
-~~~-~-
~~~-~~-~--------------------~.
આમ એ ગ્રહસ્થને ધ્રુજારે પૂરું થયું કે એક કેવળી સમાન જ્ઞાન ધરાવનાર કેવળજ્ઞાની જેવા ગણાતા ધર્મપ્રેમી બંધુએ બે હાથ લાંબા કરી જણાવ્યું “ભાઈઓ ! તમે માનો યા ન માને, પરંતુ કહ્યા વિના ચાલતું નથી કે જ્યારે હું મારી આંખો બંધ કરી ઉંડે વિચાર કરી ભવિષ્ય તરફ દૃષ્ટિનાં કિરણો ફેકું છું ત્યારે મને જણાય છે કે આ લાલભાઈ શેઠ ઉચ્ચ ગોત્ર બાંધી રહ્યા છે, કોઈ પણ ચોવીશીમાં તે તીર્થંકર થવાના, તે સાથે હું એમ પણ જણાવું છું કે સૂર્યવિજય આચાર્ય જેવા બીજા ચાર આચાર્ય પાકે અને તેમની આજ્ઞા માથે ચડાવનાર શેઠ લાલભાઈ જેવા બીજા ચાર શાસનપ્રેમી ભક્ત પાકે તે હાલમાં બાર લાખ જૈને છે તે થોડા વર્ષોમાં વધી બાર કોડ જૈને થાય! અને એક વાર એ આર વર્તાઈ રહે. ભારતવર્ષમાં કામ કામ જન જન અને જન જોવામાં આવે. હું તે આચાર્યશ્રીની વાણીના એક બોલ ઉપરથી ભવિષ્યમાં શું થશે તે પારખી શકું છું, હું તે લાલભાઇ શેઠને કનકનગરના રાજા કુમારપાલ તરીકે અને આચાર્યશ્રી સૂર્યવિજયને હેમચંદ્રાચાર્ય તરીકે માનું છું. કદાચ તેમણે આપણો ઉદ્ધાર કરવા આ અવતાર ધારણ કર્યો હોય!” (તાળીઓ)
આ પ્રમાણે કહેવાતા કેવળી ભાઇની ભવિષ્યકાળની અને ભૂત કાળની વાણું પૂરી થઈ કે માનપત્ર વાંચવા પ્રમુખની આજ્ઞા થતાં દીક્ષારક્ષક સમાજના ઉપપ્રમુખે નીચે પ્રમાણે માનપત્ર વાંચવું શરૂ કર્યું– જેન આલમના શહેનશાહ સમાન શ્રીયુત શેઠજી લાલભાઈ પ્રતાપભાઈની સેવામાં.
મુકામ- કનકનગર. ધર્મધુરંધર લાલભાઈ શેઠ! આપનાં મહાન ધર્મકાર્યોથી આકર્ષાઈ અમે “દીક્ષારક્ષક સમાજ” ના સભાસદો, સ્નેહીઓ અને ધર્મબંધુઓ, આપને ફૂલ નહીં તે ફૂલની પાંખડી સમાન આ માનપત્ર આપવા પ્રેરાયા છીએ તે સ્વીકારી અમને આભારી કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com