________________
તારાનું વાક્યાતુર્ય.
લઇને મને કહ્યું કે
એ ચા
કરીશું ત્યાં તમારાથી વાંદવાના બહાને અવાશે, હજુ મારા સંગે જેવા જોઈએ તેવા અનુકૂળ નથી, આપણને અહીં ફાવી શકે તેમ નથી, આ શહેરમાં ઘણું ટીકાઓ થાય તેમ છે માટે એજ સલાહ છે કે પાસે રહી ધામધુમથી દીક્ષા અપા. ઘરબાર દરદાગીના પૈસાટકા રાચરચીલું વીગેરે કબજે કરી લો, પછી બધું જોઈ લેવાશે.”
એટલામાં શેઠ સાહેબ પધાર્યા, મહારાજને દેખી ઉતાવળા ઉતાવળા હાથ પગ ધેાઈ મહારાજની પાસે આવી હાથ જોડી ઉભા રહી તારાને કહેવા લાગ્યા “મહારાજને ચા દુધ વહોરા.”
તારા બોલી “કયારનો આગ્રહ કરું છું પણ ફક્ત મેરીઓ જ લઈને આવ્યા છે, સાથે તર્પણું કે પાત્રમાં લાવ્યા નથી.”
મહારાજે કહ્યું ફક્ત પાણીની જ જરૂર છે માટે બીજાં પાત્રો લાવ્યા નથી, આપને ભાવ જોઈએ, ચા દુધથી કાંઈ વિશેષ નથી.”
તારાએ કથરેટમાં કરેલું પાણી વહેરાવ્યું એટલે “ધર્મલાભ” દઈ મહારાજે ચાલવા માંડયું.
જતાં જતાં શેઠ હાથ જોડી કહેવા લાગ્યા “મહારાજ! જરા ઘરમાં ઉપદેશ આપે તે સારું. મારી માગણું એવી છે કે તે પાસે રહી મને દીક્ષા અપાવે. મેં ઘણુંએ કહ્યું પણ માનતાં નથી. માટે તમે તેમને જરા બેધ દઈ સમજાવે. તમારા ઉપર તેમને ભાવ વધારે છે, તમારી શીખામણ તે માનશે.”
મહારાજે જવાબ આપ્યો “તેલમાં જીવ છે, સમજુ છે, ડાહ્યાં છે, તમારી આજ્ઞામાં છે, તમારું બોલ્યું તે નહીં ઉથાપે.”
આ સાંભળી શેઠ તારાને કહેવા લાગ્યા “સાંભળ્યું ? મહારાજ સાહેબ શું કહે છે ? માટે હવે વધારે આગ્રહ નહીં કરતાં કામની શરૂઆત કરો.”
તારા હસીને બોલી “ મેં તમને ક્યારે ના પાડી છે? વિચાર કરીને જવાબ આપવા મેં કહ્યું હતું. તમારું સારું દેખાશે તે પ્રમાણે કરીશ. મહારાજને સાક્ષી રાખવા હોય તે તેમ કરે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com