________________
સુવર્ણપુરમાં આચાર્ય સુર્યવિજય અને દીક્ષા મહોત્સવ. ૧૭૧
-
-
-
-
-
-
ત્યાંથી વિદાય થયા. કાંઈ પણ વાંધો ઉઠાવ્યા શીવાય એકદમ કલેકટરે અરજીનો સ્વીકાર કરી રજા આપી તેની ખુશાલીમાં પરવાનગી મળ્યાના સમાચાર તારથી આચાર્યને આપ્યા અને કારી સ્ટેશને મેટર મોકલવા જણાવ્યું. હરખમાં ને હરખમાં શેઠ પેલા ત્રણ જણને લઈ સુવર્ણપુર ઉપડી ગયા.
આચાર્યશ્રી ટીપણું કાઢી મુદત જેવા લાગ્યા, માત્ર વિધતિ કે વ્યતિપાત જેવો મટે અવગ ન આવતો હોય તેજ દૃષ્ટિથી જોવા લાગ્યા. ત્રીજો દિવસ એટલે કે ફાગણ વદ ૧ને ધૂળેટીને દિવસ અવજોગ વગરને અને દુનિયાની દૃષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ જડી આવ્યો. દીક્ષા લેનાર પિતાના હેતુમાં સફળ થાય તેવો તેમાં ઉત્તમ સિદ્ધિગ જણાય. - લાલભાઇ શેઠ આવી પહોંચ્યા અને જાણે ઇડરી ગઢ જીતી આવ્યા હોય તેમ મહારાજ આગળ મોટી મોટી વાતો કરવા લાગ્યા. આચાર્ય સાંભળીને ખુશ થયા. કલેકટરે દીક્ષા આપવાની મનાઈ કરી છે એવી લોકમાં જે વાત ફેલાઈ રહેલી છે તે બેટી પાડવા ચડસને લઈને આ દીક્ષા મહોત્સવ મોટા ઠાઠથી ઉજવાય એવી આચાર્યને મહત્વાકાંક્ષા ઉત્પન્ન થઈ અને તે લાલભાઈને જણાવતાં લાલભાઈએ તે વાત ઉપાડી લીધી, અને વચ્ચે આ એકજ દિવસ બાકી હોવાથી લાલભાઈ તેની તજવીજ કરવા લાગ્યા. કનકનગરથી કુટું. બને બોલાવવા તથા બૅડ લાવવા તાર કર્યો. આચાર્યશ્રીના મુસદ્દા પ્રમાણે મોટી કંકુત્રીઓ છપાવી, તે દિવસે નવકારશ્રી ઠરાવી અને આજુબાજુના ગામડાના લોકો આવી શકે તે માટે ખેપીઆ મેકલી . સંદેશા પહોંચાડી દીધા. તાર છુટતાં મેટા શહેરોમાંથી કેટલાક તેમના ભકતે આવી પહોંચ્યા. લાલભાઇ શેઠ આવા પુણ્યના કામમાં કાંકરાની માફક રૂપીઆ ખર્ચ કરવા લાગ્યા. પત્રથી નહીં પણ તારથી જ તમામ સાથે વ્યવહાર રાખ્યો.એક ધર્મશાળામાં મેટું રસોડું ઉઘાડવામાં આવ્યું. વદ ૧ ના સવાર સુધીમાં તમામ લોકો આવી ગયા, લાલભાઈનું
કુટુંબ પણ આવ્યું. દીક્ષાના દિવસે આ સુવર્ણપુર એક મોટી જૈનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com