________________
મહાવીર જયંતી.
૨૧૩
તેમની આજ્ઞામાં રહી શી રીતે ધર્મ કરશે ? એ દીક્ષાથી કદી પણ ઉદ્ધાર નથી. માતાની ભક્તિ ખૂબ કરવી એમ મહાવીર ભગવાનનું જીવનચરિત્ર ઢેલ વગાડી કહે છે. હવે તેમની બીજી મહાન અસાધારણ શક્તિ તે સહનશીલતા છે. જુઓ તેમના ઉપર કેટલા બધા ઉપસર્ગ થયા છતાં પણ તે સહન કરી પોતાના ધ્યાનમાંથી ન ડગ્યા. મચ્છર, ભમરા અને મધમાખીના ડંખની વેદનાઓ, ચંડકાશિયા નાગના ડુંફવાટા અને તેના ઝેરી ખ, ગશાળાને અસહ્ય ત્રામ, ગોવાળીઆએ કાનમાં મારેલા ખીલા, અને ખીર બનાવવા પગમાં પ્રકટાવેલી અગ્નિની પ્રચંડ વાળા વગેરે ઉપસર્ગે જરા પણ ક્રોધ કર્યો શીવાય શાંતિથી સહન કર્યા. આવી તેમની અજબ સહનશીલતાની શક્તિ! અત્યારે તો મારા જેવા મહાવીરને ભેખ ધારણ કરનાર સહેજ બાબતમાં ક્રોધાવેશમાં આવી ધમપછાડા કરે છે અને મહાવીરના સાધુ થવાને દા કરે છે, ત્યાં પછી ધર્મ કે સમાજનો ઉદ્ધાર કયાંથી થઈ શકે ? સેમ પ્રભાચાર્ય સિંદૂરપ્રકરમાં કહે છે કે –
यो मित्रं मधुनो विकारकरणे संत्राससंपादने । सर्पस्य प्रतिबिम्बमंगदहने सप्तार्चिषः सोदरः। चैतन्यस्य निषूदने विषतरोः सब्रह्मचारी चिरं ।
सक्रोधः कुशलामिलाषकुशलैः प्रोन्मूलमुन्मूल्यताम् ।। અર્થાત પોતાના જીવનના કલ્યાણની ઈચ્છામાં કુશળ પુરૂષોએ bધને મૂળમાંથીજ છેદીને ઉખેડી નાખવો જોઈએ, કારણકે તે ક્રોધ ચિત્તનો વિકાર કરવામાં દારૂને મિત્ર છે, ત્રાસ ઉત્પન્ન કરવામાં સાપના પ્રતિબિંબ રૂપ છે, શરીરને બાળવામાં અગ્નિને ભાઈ છે, જ્ઞાનને નાશ કરવામાં વિપક્ષને સાધર્મિક છે અર્થાત ઝેર સમાન છે.
એવા ક્રોધને મહાવીર ભગવાને બાળીને ભસ્મિભૂત કરી નાખ્યો હતે. માટે મહાવીરના જીવનચરિત્રમાંથી ખરેખર સાર ગ્રહણ કરવાનો
એ છે કે તેમની માફક ક્રોધને મારી શાંતિ ધારણ કરવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com