________________
સપ્ત પુરૂષને દીક્ષા મહોત્સવને વરઘોડે.
૨૩૧
દીક્ષા લેવાથી પેટલાનું દૂખ મચ્યું અને તે શ્રાવકને નકર મટી શ્રાવકના ગુરૂ બન્યા. લખતાં અક્ષર પણ આવડતું નથી. તે હવે મેટા શાસ્ત્રના નાણકારમાં ખપશે. સાતમે દીક્ષિત તારાચંદ નામને ભેજક છે તે શરીરે માંદો રહે છે; યાચકવૃત્તિ કરી પેટનું પૂરું કરે છે. લાલભાઈ પાસે ચાચના અર્થે ગયેલો, ત્યાં તેને દીક્ષાની જાળમાં સપડાવ્યા. તેમનું નામ તારકવિજય રાખવામાં આવ્યું છે. આ તારકવિજય જૈનધર્મને અને જૈન સમાજને શું તારી શકવાના છે ? ભલે બીજાનું ગમે તે થાય પણ પોતે દીક્ષા લઇ ભીખના દુખમાંથી પોતાના દેહને તારી શક્યા તે વાતની ના નહીં પડાય.
ઉપર પ્રમાણે સાત દીક્ષિતેને ટુંકામાં હેવાલ છે, પ્રથમના ત્રણ ઉમેદવારના કુટુંબી જનની સ્થિતિ દયાજનક અને ગંભીર થઈ પડેલી છે. તેમની બેકારીની લાચારીને ગેરઉપયોગ લાલભાઈ શેઠે પૈસાના બળે કરેલ છે. તેમના સ્નેહી સગાં અને કુટુંબી જનેને કેવી રીતે ફસાવ્યાં છે તેની બીના હજુ પ્રકાશમાં આવી નથી. બાકીના ચાર ઉમેદવારે તદન અભણ છે. જેનધર્મનું કાંઈજ જાણતા નથી. કપડા પહેરાવી નામના સાધુ બનાવેલા છે. કયાં સુધી આવી અયોગ્ય દીક્ષાઓ જૈને ચાલવા દેશે ?
ઉપર પ્રમાણે લાલભાઈ શેઠે આચાર્યને અભિગ્રહ પૂરે કરવા સાતે જણને દીક્ષા આપવાનું જે કામ કર્યું છે તે તરફ અમે તિરસ્કારની દૃષ્ટિથી જોઈએ છીએ. આ ધર્મ નથી પણ અધર્મ છે. ધર્મના ન્હાના નીચે આવાં કૃત્ય કરવાં તે મહાપાપ છે, અમે ધારતા નથી કે કોઈ પણ સમજી માણસ આવાં કૃત્યને જરા પણ વખાણે. અમને ખાત્રી છે કે જેને આવી દીક્ષાઓ અટકાવશે, અને સરકારને પણું અમારી વિનંતી છે કે આવી અયોગ્ય દીક્ષાના કામમાં જે જે કાંઈ પ્રપંચ, છળભેદ, કપટ, જેવા ગુન્હાના પ્રકારે બનતા હોય તેને તપાસ કરી સરકારે ગુન્હેગારોને શિક્ષા કરવી જોઈએ.
ઉપર પ્રમાણે હેવાલ સાંભળી આચાર્ય લાલ પીળા બની ગયા. આનંદથી જે તડાકા ચાલતા હતા તે તમામ બંધ પડ્યા, વ્યાખ્યાનનો વખત થવાથી અને “ કનકનગર સમાચાર” પત્રમાં આ પ્રમાણે દીક્ષાના વરઘોડાને હેવાલ પ્રકટ થયેલ હોવાથી થોડી વારમાં આચાર્થના કહેવાતા શાસનપ્રેમી ભક્તો લાલભુવનમાં એક પછી એક
ઝળકવા લાગ્યા અને છાપાની વાત ચર્ચાવા માંડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com