________________
૨૩૬
પ્રકરણ ૨૭ મું.
બાલાભાઈએ જવાબ આપે “અમારી ઈચ્છા એવી છે કે અત્યારે ગરમાગરમ થયેલા વાતાવરણમાં ગમ ખાઈ કુનેહથી કામ લો. આપણું સમાજના સભાસદોની અને આપણી તરફ સહાનુભૂતિ ધરાવનાર ગૃહસ્થનીજ સભા ભરે, તેમાં આપણા પ્રત્યે લાગણું ધરાવનાર જૈનેતર ગૃહસ્થને આમંત્રણ આપે. અને તેમાંથી જે કોઈ લાયક જણાય તેને પ્રમુખ નીમી માનપત્ર આપવાની તજવીજ કરો. આવી નાના પાયા ઉપર તજવીજ કરવામાંજ આપણું શભા છે. વાઈસરયની વાતો કરે મુકે. મારે અંગદ અભિપ્રાય જાણવા માગતા હો તે હું જણાવું છું કે હું આવાં માનપત્રોથી અને આવી હીલચાલથી વિરુદ્ધ છું, છતાં આચાર્યને આગ્રહ છે તે હું માનપત્રની હિલચાલ માટે ના પાડતું નથી.”
જોખમદારી અને ખરચની વાત કઈ માથે લેનાર નહીં હોવાથી આવી સહેલી વાત શાસનપ્રેમીઓના ગળે ઉતરે તેમાં શી નવાઈ ? મોટી મોટી વાતે પડતી મુકાઈ અને છેવટે બીજા દિવસે જૈનધર્મશાળામાં રાત્રે માનપત્ર આપવાનું નક્કી કર્યું. માનપત્ર તથા આમંત્રણ પત્રિકાઓ છપાવવાનું, તથા ધર્મશાળામાં બેઠકની વ્યવસ્થા કરવાનું કામ સૌ સૌને સેંપવામાં આવ્યું. એ રીતે મેટો ડુંગર ખોદી ઉદર કાઢવાનું કામ કરી શાસનપ્રેમીઓની સભા વિસર્જન થઈ.
માનપત્રને મુસા આચાર્ય પાસે ઘડાવી છપાવી તૈયાર કર્યો. આમંત્રણ પત્રિકાઓ વહેંચવામાં આવી અને ધર્મશાળાનું મકાન ધજાપતાકાથી શણગારવામાં આવ્યું. રાતના સાત વાગ્યા કે ધર્મશાળામાં શાસનપ્રેમીઓની સભા મળી. સભામાં સર્વ ગૃહસ્થ આવી ગયા કે લાલભાઈ શેઠને બે ગૃહસ્થ મોટર લઈ માન ભરી રીતે તેડી લાવ્યા. શિષ્ટાચાર પ્રમાણે સેક્રેટરીએ સભા ભરવાને હેતુ કહી સંભળાવી પ્રમુખની દરખાસ્ત કરી. ટેકે અને અનુમોદન મળતાં એક જૈન ગૃહસ્થ પ્રમુખસ્થાને બિરાજમાન થયા, અને કામની શરૂઆત થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com