________________
૨૩૪
પ્રકરણ ર૭ મું.
આમ તે ભાઇને સુધારે પૂરે થયો નથી એટલામાં તે બીજા એક ભાઈએ વચ્ચે લાંબા હાથ કરી જણાવ્યું, “જરા મને વચ્ચે કહેવાદ, મને એક વાત યાદ આવી છે, હું તે ભાઈના વિચારને મળતો થઈ સૂચના કરું છું કે જે માનપત્ર આમ એકદમ તાકીદે ન આપવું હોય તે પંદર દિવસ પછી નામદાર વાઈસરોય દીલ્લીથી અત્રે આવનાર છે, માટે અચાનક હાથ આવેલી સોનેરી તકનો લાભ લઈ આપણે તે નામદારના મુબારક હસ્તે માનપત્ર લાલભાઈ શેઠને આપીએ તે આખા ભારતવર્ષમાં આપણે કે વાગી જાય અને દુનિયામાં ખુણે ખુણે આપણું જૈનધર્મની વાહ વાહ બેલાય.”
આ પ્રમાણે સભામાં દરખાસ્તોનાં હવાઈવિમાન ઉડતાં જે એક વયોવૃદ્ધ ગૃહસ્થ જે લાલભાઈ શેઠના સાળા થતા હતા તે ત્યાંથી ઉઠયા અને લાલભાઈના બંગલે જઈ તેમના મોટા દીકરા બાલાભાઈને વાત કરી તેમને સભામાં બોલાવી લાવ્યા. તેમને જોઈ સભાસદોએ સન્માન આપી ચર્ચાયેલી વાત તેમના આગળ રજુ કરી અને જાણે તેમની સંમતિ લેતા હોય તે પ્રમાણે તેમને અભિપ્રાય પુછવા લાગ્યા.
ક્ષણવાર શાંત રહી ગંભીરતાથી બાલાભાઈએ જણાવ્યું “સૌ ભાઈએ મારા પિતાશ્રીને માનપત્ર આપવા તૈયાર થયા છે તે જાણું મને આનંદ અને સંતેષ થાય તે સ્વાભાવિક છે પરંતુ કમીશ્નર,ગવનર અને વાઈસરોયને પ્રમુખ નીમવાની વાત કરે છે તે મને પસંદ પડતું નથી. સારું થયું કે મારા મામા મને તેડવા આવ્યા તેથી મને મારા વિચારે જણાવવાની તક મળી. મારી અને મારા મામાની ઈચ્છા એવી છે કે આવી મોટી મોટી વાત કરે મુકે. કદાચ ધારો કે તમારો તેમ કરવા આગ્રહ છે તો અમે જાણવા માગીએ છીએ કે ગવર્નર કે વાઈસયના હાથે માનપત્ર આપવાની ગોઠવણ કરવાનું કામ કોણ માથે લે છે? તમે જાણે છે કે મારા પિતાશ્રીને માનપત્ર આપવાનું છે એટલે તેમનાથી કે મારાથી તે કામમાં ભાગ લઈ શકાય નહીં. માટે તે જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી મોટી મોટી વાત કરવી નકામી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com