________________
કહેવાતા શાસનપ્રેમીઓની સભા.
૨૩૩
mnam
પ્રકરણ ૨૭ મું
કહેવાતા શાસન પ્રેમીઓની સભા, લાલભાઈને અપાયેલું માનપત્ર, એક બાળાને ખુલે પત્ર,
| (દેહ) અભિમાનીના ઉપરે, રૂઠે શ્રી ભગવાન, જરૂર અંતે એહનું ઉતારે અભિમાન. રાવણ દુર્યોધન તણું રહ્યું નહીં અભિમાન,
તે પણ તે વાતે સુણે નવ સમજે નાદાન. (દલપતરામ) સવારે લાલભુવનમાં સૂર્યવિજયે કરેલી આજ્ઞા પ્રમાણે “દીક્ષારક્ષક સમાજના શાસનપ્રેમી સભાસદો લાલભુવનની નજીકમાં આવેલી સમાજની ઍફીસમાં બપોરના ભેગા થયા. લાલભાઈ શેઠને કેવી રીતે, ક્યારે અને કયે ઠેકાણે માનપત્ર આપવું તેની ચર્ચા ચાલી રહી. એક શાસન પ્રેમીએ જણાવ્યું કે “આચાર્યની ઇચ્છાનુસાર ટાઉન હોલમાં મોટા પાયા ઉપર ગોઠવણ કરી જૈન અને જૈનેતર પ્રજાની સમક્ષ અત્રેના લોકપ્રિય મહેરબાન રેવન્યુ કમીશ્નર સાહેબના પ્રમુખપણ નીચે આપવું.”
એમ એકની સૂચના પૂરી થઈ કે બીજા શાસનપ્રેમીએ સૂચન કર્યું “રેવન્યુ કમીશ્નર કરતાં તે નામદાર ગવર્નરના પ્રમુખપણું નીચે આ કામ થાય છે તે વધારે સારું દેખાય. જ્યારે આ પ્રમાણે કરીશું ત્યારે જ પેલા અધમ, નાસ્તિક અને ધર્મદેહીઓના હાથ હેઠા પડશે. આપણું દીક્ષારક્ષક સમાજમાં પુષ્કળ પૈસા છે તેમાંથી જે ખરચ થાય તે કરવું; લાલભાઈ શેઠનું આ પરાક્રમ કાંઈ જેવું તેવું નથી. ભલે ગમે તેટલું ખરચ થાય તો તે કરવું, પણ દુનિયાને જણાવવું કે જૈનમાં આવા ધર્મા પુરૂષો પડયા છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com