________________
વર્ધમાન વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી.
૨૨૧
ગૃહસ્થ ! મને ક્ષમા કરશે. આ સ્થળે મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે હાલમાં તમારા કેટલાક ધર્મગુરૂએ ચેલા મુંડવાના કારભારમાં પડી ગયા છે. તે વાત ઘણીજ ચર્ચાય છે, સરકારના કાને પણ આવી છે, ધારાસભામાં તે વાત મુકાઈ છે. વળી કેટલાક સાધુઓ ઉપર ફેજદારી કેસ પણ થવાનો સંભવ છે (સાંભળો! સાંભળો) પોલીસ સખ્તાઈથી પગલાં ભરવા લાગી છે, અને છુપી પોલીસ પણ બારીકાઈથી તપાસ કરે છે. આ તમારા માટે કેટલું બધું શરમાવા જેવું છે? જે કમને, શાંતિને ચહાનારી, દુશ્મનનું પણ ભલું ઈચ્છનારી, હિંસાને ધિક્કારનારી, પાપથી ડરનારી કહેવામાં આવે છે તે કામના ખાસ ધર્મગુરૂઓ અને તેમના ભક્ત ભયંકર ઉજદારી ગુન્હા કરે અને સરકારને સત્સઇનાં પગલાં ભરવાં પડે તે જૈને માટે નામોશી ભરેલું નથી ? સરકાર ધર્મગુરૂઓ પ્રત્યે અત્યાર સુધી માનની દૃષ્ટિથી જોતી આવી છે અને હાલ પણ જુએ છે અને મોટા મોટા આચાર્યો જાણ કેટલુંક દરગુજર કરે છે, કેરટમાં તેમને મોભો જાળવે છે પણ જ્યારે ખુદ સાધુએજ દીક્ષાના નામે ભયંકર ગુન્હાઓ કરનાર થયા છે તે પછી સરકાર જરૂર સાધુઓ અને તેમની દીક્ષા પ્રવૃત્તિ ઉપર સન્ત અંકુશ મુકશે.
વળી તે સાથે મારે તમને આ પ્રસંગે જણાવી દેવું જોઈએ કે તમારામાંથી કેટલાક જૈનો એવા સાધુઓને ઉત્તેજન આપી રહ્યા છે. તેમના બળ ઉપરજ સાધુઓ અયોગ્ય દીક્ષા પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. તેજ બહોળા હાથે પૈસા ખરચી એવા સાધુઓને મદદ કરી રહ્યા છે એમ મારા જાણવામાં આવ્યું છે. તમે જે તેમને ઉત્તેજન ન આપે તે તેમની પ્રવૃત્તિ આપોઆપ તૂટી જાય.
મારા ન્યાયખાતામાં પણ આ બાબત સરકાર સાથે લખાપટી ચાલી રહી છે. હું તમને સલાહ આપું છું કે તેવા સાધુઓને ન્યાય તમે કરે. સારા સારા અનુભવી ન્યાયી અને પ્રમાણિક ઘરડા માણસની કમીટી નીમે અને તે દ્વારા તપાસ કરે. જે જે સાધુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com