________________
લાલભાઈને ત્યાં ઉજમણું અને સપ્ત પુરૂષોને દીક્ષા મહોત્સવ. ૨૨૫
નાખી લાઈટ બંધ કરી અંધારામાં તોફાન કરવા પણ પાછા હતા નહેતા. એવા અચાનક અંધારામાં સ્ત્રીઓની કેવી દુર્દશા થતી હશે તેને વિચાર જેનો ગંભીરપણે કરશે. શું આવા પ્રસંગે જૈનબંધુઓની દૃષ્ટિમાં કદી નથી આવ્યા? ધર્મના એક સીધા કામમાં આડકતરી રીતે બીજા અનેક અધર્મો થાય તે માટે તેવા ધર્મના કામનો આરંભ કરનારે દીર્ઘ દૃષ્ટિ પહોંચાડી પૂરેપૂરે વિચાર કરવો જોઈએ. સ્ત્રીઓ બિચારી દર્શન માટે આવે અને તેમાં પોતાની લાજને હાની પહોંચે
એ પ્રસંગ આવે તે માટે શું કામ આરંભ કરનાર ગુહાને પાત્ર નથી? શું તે બાબત તેમણે સંભાળવાની નથી? પુણ્ય કરતાં પાપનું વધારે પોષણ થાય તે તરફ ધ્યાન આપી વિવેકદૃષ્ટિ રાખવાની નથી ?
આ ઉજમણુને વરઘોડે વૈશાખ સુદ ૧૩ ના રોજ ચડવાને હતો અને તે દિવસે તે નિમિત્તે નવકારથી જમાડવાની હતી પરંતુ લાલભાઈના ઘરમાં સ્ત્રીમંડળમાં અડચણને અંતરાય પૂરો થયેલો નહીં હવાથી આચાર્ય સૂર્યવિજયે સુદ ૧૩ ને બદલે સુદ ૧૪ ના રોજ વરડે ચડાવવા અને તે જ દિવસે અર્થાત સુદ ૧૪ જેવી ભારે તિથિના દિવસે નવકારશ્રી જમાડવા સુચના કરી. આ વખતે કેટલાકે વાંધા ઉઠાવ્યા પણ આચાર્યો સાફ જણાવી દીધું કે “આવા ધર્મના કામમાં ચૌદશના દિવસે નવકારશ્રી જમાડવામાં શાસ્ત્રને બાધ આવી શકતે નથી. શાસ્ત્રમાં તેવી છુટ છે.” આથી ચૌદશના રોજ વરઘોડે ચડ્યો ને નવકારશ્રી જી. કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ નવકારશ્રી તુટશે એવા ભયથી તે વાત જતી કરી હતી. તે પણ પાછળથી તેની ચર્ચા જનતામાં વધારે ચાલી. “ચતુર્દશીના દિવસે સ્વામીવત્સલ થાય કે કેમ?” “ચાલુ જમાનાનું ચતુર્દશીનું અચ્છેરું' એવા મથાળાવાળા લેઓ બીજા દિવસે વર્તમાન પત્રોમાં પ્રકટ થયા.
આ ઉજમણુની આવી રીતે પૂર્ણાહૂતિ થઈ કે બે દિવસ પછી એટલે કે વદ ૧ ના દિવસે પેલા સસ મહર્થીિઓને દીક્ષા આપવાને વરઘોડો ચડાવવાનું મુહૂર્ત નિધારવામાં આવ્યું. લાલભાઈ શેઠ મેટા
૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com