________________
૨૧૪
પ્રકરણ ૨૫ મું.
ગૃહસ્થો! આપને ગાજતે વાજતે દેવદર્શન કરવા જવાનું છે માટે આટલું કહી મારું બોલવું સમાપ્ત કરું છું.”
તે પછી ત્યાંથી ઉઠી ગાજતે વાજતે સરઘસ રૂપે તમામ સ્ત્રી પુરૂષ મહાવીરસ્વામીના દેરે દર્શન કરી પોતપોતાને ઘેર વિદાય થયાં.
લાલભુવનમાં સૂર્યવિજય આચાર્યને મહાવીર જયંતી પ્રસંગે મટે વરઘોડે કાઢવાને હતો પરંતુ વાતાવરણ તેમના વિરુદ્ધમાં વધારે હોવાથી માત્ર વ્યાખ્યાનમાંજ ટુંકામાં મહાવીર જયંતી મહોત્સવ પટાવી દેવાની તેમને ફરજ પડી હતી. મેટા ઉપાશ્રયમાં ઉજવાયેલી જયંતીને હેવાલ તેમના કાને પડ્યો. સાંભળી બહુજ બળી ગયા પણ શું કરે ? ભકતોએ મળી વખત આવે વેર લેવાનો નિશ્ચય કરી આચાર્ય પદ્મવિજય અને અગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજવાળાને ગાળો ભાંડી વેરાઈ ગયા.
પ્રકરણ ૨૫ મું
વર્ધમાન વિદ્યાલયની સીકવર જ્યુબીલી. * મારૂંવ રાતિ વિ હિતે નિયુ
कान्तेव चाभिरमयत्यपनीय खेदं । लक्ष्मी तनोति वितनोति च दिक्षु कीर्ति ।
किं किन्न साधयति कल्पलतेव विद्या ॥ ચૈત્ર પૂર્ણિમાએ બપોરના એક વાગ્યા પહેલાં “વર્ધમાન વિદ્યાલય"ના ભવ્ય મકાન આગળ બાંધેલા મંડપમાં પુરૂષો અને સ્ત્રીઓ આવવા લાગ્યાં. આચાર્ય પદ્યવિજયજી તથા તેમની સાથે આવનાર
• વિદ્યા માતાની પેઠે રક્ષા કરે છે, પિતાની પેડે હિતમાં જેડે છે, મીની પેઠે ખેદને ટાળી આનંદ આપે છે, લક્ષ્મીને વધારે છે, અને સાથે દિશામાં કીર્તિને વિસ્તારે છે, માટે તે કલ્પલતાની પેઠે શું શું મેળવી આપતી
નથી? અર્થાત બધું મેળવી આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com