________________
વર્ધમાન વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી.
૨૧૭
હકીકત અંગ્રેજીમાં સમજાવતા હતા. આચાર્ય પદ્મવિજયના નામથી તાળી પડવાથી આચાર્યના જીવનચરિત્રની અને તેમની પ્રવૃત્તિની ટુંકામાં માહીતી આપતા હતા.
ત્યાર બાદ સેક્રેટરીએ આ સંસ્થા ઉપર જ્યુબીલી પ્રસંગે આવેલા મુબારકબાદીના તારે તથા પત્ર વાંચી સંભળાવતાં આનંદના આવેશમાં આવી જણાવ્યું “માનવંતા પ્રમુખ સાહેબ, પૂજ્ય મુનિમહારાજે ગૃહસ્થ અને એનો ! આ સંસ્થા પ્રત્યે લોકોની કેટલી બધી લાગણું છે તે નીચે આવેલી ભેટ ઉપરથી સમજાશે” એમ કહી આવેલી મોટી રકમે સાથે નામે વાંચી સંભળાવી પ્રસન્ન મુખે જણાવ્યું “આ ઉપરથી આપને ખ્યાલ આવશે કે કુલ સે ગૃહસ્થ તરફથી આશરે એક લાખ રૂપીઆ આ જ્યુબીલી પ્રસંગે ભેટ તરીકે મળે છે.” આ શબ્દોની સાથે તાળીઓના ગડગડાટ ચાલી રહ્યા અને એવો ઉત્સાહ જાગૃત થયે કે બિરાજમાન થયેલા ગૃહસ્થ પણ આંક ભરી નામ લખી ઉપરા ઉપર ચીડીઓ મેકલવા લાગ્યા. અરધા કલાકમાં બીજા પચાસ હજારની ભેટ આવી ગઈ. ત્યાર બાદ આચાર્યશ્રી પાવિજયજીએ મોટા અવાજે પાટ ઉપર બેઠે બેઠે ભાષણ શરૂ કર્યું–
પ્રમુખ મહાશય અને ગૃહસ્થ ! આ વર્ધમાન વિદ્યાલય એક મહા કલ્પવૃક્ષ બરાબર છે. (તાળીઓ) તમારી તમામ ઈચ્છાએ અને મહત્વાકાંક્ષાઓ પૂરી પાડવા શક્તિમાન છે. આચાર્યશ્રી વિજયહીર સૂરીશ્વર અને અકબર શહેનશાહ વખતે તમે આશરે ચાળીસ લાખ જેને આ ભારતવર્ષમાં હતા. હાલ માત્ર પોણાબાર લાખ જનો છે. દર સાલ આઠ આઠ હજાર કમી થતા જાઓ છે, આ પ્રમાણે ઘટાડે ચાલુ રહેશે તો દઢ સંકામાં તમારું નામ નિશાન રહેશે કે કેમ તેની મને શંકા છે. જમાનાને ઓળખે. આજુબાજુની દુનિયા તરફ દૃષ્ટિ કરે. તમારી આસપાસની કેમ આગળ વધતી રહી છે અને તમે આગળ નહીં વધે તે તમારી બુરી દશા થશે. જ્ઞાન સંપાદન કરો. રાજકીય પ્રકરણમાં આગળ ધસે, ન્યાયની કચેરીમાં કે મુલકી કારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com