________________
મહાવીર જયંતી.
૨૧૧
~
~
~
-
~
પચીસ વર્ષ પૂરાં થઈ છવીસમું વર્ષ બેસે છે તેની ખુશાલીમાં સીલ્વર જ્યુબીલી ઉજવવાની છે. એ રીતે જાહેર થયા પછી સૌ વેરાઈ ગયાં.
રાત્રે ઉપાશ્રયને ધજાપતાકાથી સારી રીતે શણગારવામાં આવ્યો. બીજા દિવસે આઠ વાગે ઉપાશ્રય ચીકાર ભરાઈ ગયું. શરૂઆતમાં મહાવીર ભગવાનની સ્તુતિ થયા બાદ ત્રણ ચાર વિદ્વાન ગૃહસ્થાએ મહાવીર ભગવાનનું જીવનચરિત્ર કહી સંભળાવ્યું. પછી આચાર્યશ્રી પદ્યવિજયજીએ મધુર અવાજે નીચે પ્રમાણે ટુંક વ્યાખ્યાન આપ્યું
જાણું છું કે તમે અકળાઈ ગયાં છે, તેથી હું દુકામાં પટાવીશ. આગળના વક્તાઓએ મહાવીર ભગવાન કેવા હતા તે તમને કહી સંભળાવ્યું છે, દરેક પર્યુષણ પર્વમાં તેમનું જીવનચરિત્ર સાંભળે છે. આજે તેમનો જન્મદિવસ છે. જન્મ શબ્દ સંભારતાની સાથે આખું તેમનું જીવન સાંભરી આવે છે. લાખો કરોડ – અરે અસંખ્ય માણસો આ ફાની દુનિયાનો ત્યાગ કરીને મરી ગયા, કેમ તેમને આપણે સંભારતા નથી ને મહાવીરને સંભારીએ છીએ ? જ્યારે આપણે તેમનામાં અસાધારણને અપૂર્વશક્તિ દેખી ત્યારેજ. તેમની અસાધારણ શક્તિઓ જુઓ. પહેલી તે તેમની માતૃભક્તિ. ગર્ભવાસમાંજ તે વ્યક્તિ ઉત્પન્ન થઈ. ત્રિશલા માતાની કુખમાં ગભૉવાસમાં જે વખતે મહાવીર ભગવાન હતા તે વખતે તેમને વિચાર થયો કે મારા હાલવાથી મારી માતાને દુઃખ થશે તેથી તેમણે હાલવું બંધ કર્યું. આ પ્રમાણે ગર્ભ હાલતે બંધ થયો કે ત્રિશલા માતાને ચિંતા થઈ. હાય! મારો ગર્ભ કેમ હાલતો નથી ? મરી તે નહીં ગયો હોય ? શું થયું? શું પાપ કર્યું હશે કે આવી સ્થિતિ થઈ? કોઈનાં ધાવતાં છોકરાં વિખુટા પડાવ્યાં હશે! કે મા દીકરાના વિયાગ કરાવ્યા હશે! વગેરે અનેક પ્રકારના તર્કો કરી કલ્પાંત કરવા લાગ્યાં. તેવા સમયે મહાવીર ભગવાને અવધિજ્ઞાન મુકીને જોયું તો માતા શોકસાગરમાં ડુબી ગયેલાં જણાયાં. “અરે આ તો સારું કરવા જતાં ખોટું થયું. માતાને તે સુખને બદલે દુઃખ થયું.” એમ ચિન્તવન કરી મહાવીર ભગવાને પિતાનું અંગ હલાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com