________________
^^^
*
*
*
૨૧૦
પ્રકરણ ૨૪ મું. ^^^^ દવારે બહાર પડે છે તેથી બંનેનું સચવાય છે. પણ આવી સંસ્થાથી તે તદન વિરૂદ્ધ છું.” આમ રાત્રે વાતચીત કરી લાલભાઈ પિતાને ત્યાં ગયા. આ લાલભુવનમાં આચાર્ય સવારે પિતાના ભક્તો આગળ વ્યાખ્યાન વાંચતા અને બપોરે તથા રાત્રે દીક્ષાની પ્રવૃત્તિના તડાકા મારતા હતા.
આ વખતે બાજુના ગામમાં વર્ધમાન વિદ્યાલયના સંસ્થાપક આચાર્યશ્રી પદ્મવિજયજી આવેલા હોવાથી અને ચૈત્ર સુદ ૧૩ ના રેજ મહાવીર જયંતી અને સુદ ૧૫ ના રોજ વર્ધમાન વિદ્યાલયની સીવર જયુબીલી ઉજવવાની હોવાથી વિદ્યાલયના કાર્યવાહકે અને નવા જુના વિદ્યાર્થીઓ તેમને ખાસ તેડવા માટે ગયા. આ પદ્ધવિજય આચાર્ય આ સંસ્થામાં રસ લેતા હોવાથી આમંત્રણને સ્વીકાર કર્યો. પદ્યવિજય આચાર્યના આવવાની વાત જાણું હજારે માણસે સામૈયામાં જોડાઈ ગયા. છત્રી વાજાં કે નિશાનડકા કે હાથીની શોભા નહોતી. પરંતુ સ્વયંસેવકો મધુર સાદથી ગાતા ગાતા ચાલતા હતા. આવી અચાનક પધરામણ હોવા છતાં પણ સરઘસ ઘણુંજ મોટું થઈ ગયું. જયજયના પોકાર વચ્ચે આચાર્યશ્રીએ મોટા ઉપાશ્રયમાં મુકામ કીધે. પાટે બિરાજી એક મંગલાચરણ જૈનોને સંભળાવ્યું. પછી વર્ધમાન વિદ્યાલયના સેક્રેટરીએ મોટા અવાજે જાહેર કર્યું કે “ કાલે મહાવીર જયંતી અત્રે સવારના ૮ વાગે ઉજવવાની છે માટે તે પ્રસંગે આચાર્યશ્રી પદ્મવિજયજી મહાવીર ભગવાનનું જીવનચરિત્ર સંભળાવી અપૂર્વ લાભ આપશે. અત્રે જયંતી ઉજવી રહી ગાજતે વાજતે મહાવીરસ્વામીના દેરાસરે દર્શન કરવા જવાનું છે. માટે કાલે જરૂર વહેલા પધારશે. વળી આપને બીજી વિનંતી છે કે આપ જાહેર પત્રિકાઓથી જાણ્યું હશે કે ચૈત્ર સુદ પૂર્ણિમાએ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ મીસ્ટર મારટીનના પ્રમુખપણ નીચે વર્ધમાન વિદ્યાલયમાં વિદ્યાલયની સીલ્વર જ્યુબીલી ઉજવવાની છે માટે તેના મકાનમાં તે દિવસે બપોરે એક વાગે પધારશે. આચાર્યશ્રી પદ્મવિજયજી પણ તે પ્રસંગે પધારવાને છે માટે તેને લાભ લેવા ચુકશે નહીં. વર્ધમાન વિદ્યાલયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com