________________
૨૦૮
પ્રકરણ ૨૪ મું.
લાલભાઈ-“આ બોલ્યા મહારાજ સાહેબ! હું તે વાત ભૂલી જાઉં? આપને માટે તે પ્રાણ આપવા તૈયાર છું. મારે પૈસે શા કામને છે? ગમે ત્યાંથી ચેલા ભેગા કરી આપું છું. વૈશાખ માસમાં મારા નાના દીકરા નવીનચંદ્રનું લગ્ન કરવાનું છે, હવે વચ્ચે એક માસ રહેલો છે.”
આચાર્ય–“એમ કે ? ત્યારે ઠીક પ્રસંગ આવ્યો છે. લગ્ન પહેલાં અઠ્ઠાઈ ઉત્સવ કરે અને બને તો દસ બાર દીક્ષાઓ અપાવવી, અને દીક્ષા મહોત્સવ પણ ઉજવો.”
લાલભાઈ–“સાહેબ જુઓ તો ખરા ! એક વખત આ શહેરને બતાવું કે ધર્મની ક્રિયાઓ કેવી થાય છે, અન્ય દર્શનીઓ | જાણશે કે જૈનધર્મ કે છે? આપ નિશ્ચિત રહે. બનશે તે દસ બાર પુરૂષોને તે લગ્નપ્રસંગે દીક્ષા આપીશું, અને પછી ચોમાસામાં આજુબાજુના પ્રદેશમાંથી કોઈ કોઈને શેધી કાઢી છાની રીતે રાખી શીયાળામાં દીક્ષા આપી દઈશું. તમારા પક્ષના તમામ સાધુઓને ખબર આપશે કે અમારા માણસને મદદ આપે, બે વરસમાં તમારી પ્રતિજ્ઞા પૂરી કરીશ. જ્યાં સુધી તમારી પ્રતિજ્ઞા પૂરી ન થાય ત્યાં સુધી મારે પાન ખાવું નહીં. આજથી બાધા લઉ છું. પચ્ચખાણ આપો.” એમ કહી હાથ જોડયા.
આચાર્ય-ધન્ય છે પુણ્યશાળી લાલભાઈ! મને તે તમારી ખાત્રી છે, મારા સાધુએ ઉપાશ્રયનાં ગુપ્ત સ્થાને અને ખાસ ભક્તિનાં ઘરનાં ગુપ્ત સ્થળે જાણે છે માટે તે બાબત ચિતા કરશે નહીં એમ કહી આચાર્યો પચ્ચખાણ આપ્યું.
લાલભાઈ–“હવે આ સંબંધી અધર જીવ રાખશે નહીં. કદાચ તમારી પાસે મારાથી ઓછું અવાય તો ચિંતા કરવી નહીં. દિવસમાં એક વખત તે આવી જવાને. હવે લગ્નની તૈયારીઓ પણ કરવી પડશે.
એટલામાં એક માણસે આવી છાપેલી જાહેર ખબર લાલભાઇના હાથમાં મુકી. તે લાલભાઈ વાંચવા લાગ્યા. તે જોઇ મહારાજે કહ્યું “શી બાબત છે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com