________________
ચતુરશ્રી સાધ્વીને વિહાર પરિશ્રમ.
૧૭૭
કંચનશ્રોના પક્ષમાં પેઠી. માબાપે તે વાતને ટેકે આપો. “પતિ તે સ્વાર્થના સગા, તે કાંઈ પરભવમાં મદદ કરનાર નથી. ” આવી આવી શીખામણથી મને ભ્રમિત કરી આ દીક્ષાની જાળમાં સપડાવી મારા પતિથી વિખુટી કરી દુ:ખના મહાસાગરમાં ડુબાવી દીધી છે. કોણ જાણે પતિની શી દશા હશે ? મારા જેવા પથારીવશ હશે. માણસ વિના મને દુઃખ થાય છે તે હું તેમની પત્ની છતાં તેમને છેડીને
અહીં આવી તેથી તેમને કેટલું બધું દુઃખ થયું હશે ? આને વિચાર મને તે વખતે બીલકુલ આવ્યો નહીં. હે કમબખ્ત નસીબ” એમ કહી કપાળે હાથ મારી નસીબને ધિક્કાર આપ્યો.
અરે ચારશ્રી! તું આ શું કરે છે?” એમ ઠપકે આપી ઉત્તમશ્રીએ તેને હાથ પકડ અને કપડાવતી આંસુ સાફ કરવા લાગી.
ચતુરશ્રી-“ ઉત્તમશ્રી ! હવે આ આંસુ મને મારા દુઃખનાં નથી આવતાં. મને તો મારા પતિનાં આંસુ સાંભરી આવે છે, તેમના દુ:ખની કલ્પનાઓ મનમાં ખડી થાય છે, તેમના દુઃખનું સ્મરણ મને દુઃખ રૂ૫ થઈ પડયું છે અને તે દુઃખનાં આંસુ નીકળી રહ્યાં છે. અત્યારે મને કઈ કહે કે “તમારા પતિ સાજા થયા છે, દુઃખમાંથી મુકત થયા છે ' એટલાજ શબ્દો કાને પડે તે હું મારું તમામ દુઃખ વિસરી જાઉં. ”
આ તેના શબ્દોથી ઉત્તમત્રોને પણ લાગી આવ્યું, જેડે બેઠેલી ચંદનશ્રીની આંખમાંથી તે આંસુ ટપકવા લાગ્યાં.
જરા વાર શાંત રહી ઉત્તમશ્રીએ કહ્યું “ચતુરથી ! તારા કહેવા પ્રમાણે તારે પૂર્વ ઈતિહાસ કોઈ જુદા જ પ્રકારનું છે. એટલું જ જાણતી હતી કે તારે પતિ વ્યસની, દરિદ્રી ને મવાલી જેવો હોવાથી તને ત્રાસ આપતો હતો માટે તેનાથી કંટાળી દીક્ષા લઈ તેના પાપમાંથી તું છુટી છે.”
ચતુરશ્રીએ જવાબ આપ્યો “ ઉત્તમશ્રી ! મેં તે અમૃતના યાલાને હાથે કરી ફેડી નાખી અમૃત ઢળી નાખ્યું છે. તે એક
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com