________________
બસંતીલાલની દોસ્તી-બસંતીલાલનું બુલબુલ.
૧૯૩
એ તો મને સીનેમાનું પેલું દશ્ય યાદ આવી ગયું તેથી તે વિચારમાં કુદરતી રીતે અડપલું થઈ ગયું.”
ત્યારે હું પણ સીનેમાના એક દેખાવની વાત કરવા માગું છું. જરા પણ છેટું લગાડશે નહીં.”
“સેગન ખાધા પછી તારા ઉપર ખોટું લગાડાતું હશે?”
ત્યારે જુઓ સાંભળો, ઘણા દિવસથી તમને કહેવાનું કરતી હતી, પણ આજે જે સીનેમામાં જોયું તે હું કેટલાક દિવસથી આપણું જોડે જોયા કરું છું.”
“સીનેમામાં શું જોયું?”
પેલા ખાનબહાદુરનું ઘર. બાઈ સાહેબને કેટલા બધા મળવા આવતા, ખાનબહાદુરની ગેરહાજરીમાં બાઈ સાહેબ બીજાઓની સાથે બાળ રમતાં, મશ્કરી કરતાં, દારૂ પીતાં, અને વીજળીની બત્તી બંધ કરી સંતાગે રમતાં. તેમનાં કપડાં કેવાં દેખાતાં હતાં ? મને તો જોતાં શરમ આવતી.”
“આવું સીનેમા જેવું ક્યાં જોયું?”
“આપણું જેડેજ. આ બસંતીલાલ બહાર જાય છે કે સારા પિશાકમાં કેટલાક શેકીઆઓ આવે છે અને કેણ જાણે તેઓ અંદર સાંકળ વાશીને શું કરે છે ! ! હું તે રાત્રે પણ તેવું કઈ કઈ વાર જેઉ . મને તે લાગે છે કે સીનેમામાં જેવું બને છે તેવું તેઓ કરતાં હશે. બબે કલાક સુધી ઓરડી વાશી અંદર રહે છે. હું ધારું છું કે તેને ધણીની બીક નહીં હોય! કદાચ એચિંતા બસંતીલાલ આવે ફારસ થાય અને બકુલના બાર વાગે.”
બસંતીલાલના ઘણા મિત્રો છે. તે સૌની સાથે બકુલ છુટથી બોલે છે. વળી બકુલને શેત્રુંજબજ સરસ રમતાં આવડે છે તેથી કેટલાક રમવા અને કેટલાક વાતે કરવા આવતા હશે. બસંતીલાલે એવી છુટ આપી હશે.”
“પણ બારણું શું કરવા બંધ કરતાં હશે?” ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com