________________
૧૯૪
પ્રકરણ ૨૩ મું.
“બારણાં બંધ કરવાનું તો કારણ એટલું જ કે ઘણા લોકે ઇર્ષાની દૃષ્ટિથી જુએ છે, તેમને આવી તેવી છુટ ગમતી નથી તેથી કદાચ છુટથી વાત કરતાં કે મશ્કરી કરતાં કેઇના જોવામાં આવે તે ટીકા કરે તેથી બંધ રાખતાં હશે.”
વળી હું અઠવાડીઆથી નવું જોઉં છું, કોઈ વખત રાતના મારા જેવી જુવાન એક બે સ્ત્રીઓ પણ આવે છે, થોડી વાર પછી બસંતીલાલની સાથે બીજા પુરૂષે પણ આવે છે. ક્યારે પાછા જાય છે તેની સમજણ પડતી નથી. મને લાગે છે કે અહીં જ તેઓ સુઈ રહેતાં હશે. આવો સીનેમા હું તો રેજ અત્રે જોઉં છું. એક વખત તે હું તમને કહેવાનું કરતી હતી કે તમારે રાત્રે બહાર જવું નહીં, પણ તમને ખોટું લાગે તેથી કહેલું નહીં.”
એ તે મિત્રાચારીમાં ચાલે છે, મને તો એમાં કાંઈ નવાઈ લાગતી નથી. કનકનગર જેવા શહેરમાં કઈ કઈને પુછે તેમ નથી. સૌ પિતાને ધંધે કરે કે નિંદા કરે ?”
“મને તે નવાઈ લાગી. બકુલના ચાળા પણ એવા જ લાગે છે, ગમે તેવાને શીશીમાં ઉતારી દે તેવી છે.”
પણ હવે તારા ચાળા બકુલ કરતાં વધે તેવા છે. હવે તે તું બદલાઈ ગઈ છે. તું સાથી બદલાઈ ગઈ તે મને સમજાતું નથી.”
તમે બદલાયા એટલે હું પણ બદલાઈ. તમે બદલાયેલા નથી જણુતા ? પહેલાંની તમારી રીસ, તમારે ત્રાસ, તમારે માર, એ બધું સંભારે ને ? તે તમે છેડી દઈ હવે મારી સાથે કેવું આનંદી વર્તન રાખે છે?
“આ પ્રમાણે તમે બદલાયા એટલે હું પણ બદલાઈ.” “તું પણ હવે બરાબર પરીક્ષા કરતાં શીખી ગઈ.”
“એટલી પરીક્ષા કરતાં હું શીખી ગઈ માટેજ મને શંકા પડે છે કે બારણું બંધ કરી અંદર કાંઈ ગોટાળો કરતાં હશે. આપણે સીનેમામાં પાછળથી જોયું તેવું જ હોવું જોઈએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com