________________
૧૯૬
પ્રકરણ ૨૩ મું.
તે બધાં જશેખ માટે આવે. અમુક સાથે પ્રેમ થયો હેય અને તેમને મળવું હોય ત્યારે ક્યાં મળાય ? તે માટે આવું એક મેળાપીનું સ્થાન રાખ્યું હોય તે વાયદા પ્રમાણે મળી શકાય. તેમાં તેમનું શું બગડી ગયું ? તે બંને તરફથી બકુલને અને બસંતીલાલને બક્ષીસ મળે. એટલા માટે તે તેમણે ખાસ તે કામ માટે ચાર દીવાનખાનાં રાખ્યાં છે. સૌ પોતપોતાને ફાવે તે વખતે આવી આનંદ ભોગવી ચાલ્યા જાય. કહે, બસંતીલાલને આ ધંધે છે ખેટ? મેટાઓથી ઓળખાણ થાય અને પૈસા મળે, પાઈનું નુકસાન નહીં અને હજારેને ફાયદો. જ્યારે મેં આ કારસ્થાન જોયું ત્યારે મને તો લાગ્યું કે એવું પિસા કમાવાનું ખાતું ઉઘાડયું હોય તે મેટો લાભ થઈ જાય અને સારી રકમ ભેગી થાય, ચાર પાંચ વરસમાં વીસ પચીસ હજાર રૂપીઆ કમાઈ જઈએ તો દેશમાં જઈ લહેર મારીએ ? ”
અરે આ શું બોલ્યા? એવું આપણાથી થાય ? બકુલ તે કરે.”
“ના ના, તારી વાત નથી, હું તે પેલી કમાણુની વાત કરું છું. બહારે બહાર કાઈનાં ચોકઠાં બેસાડી આપવાની વાત છે. પારકી પત્ની અને પારકે પતિ એ બંનેને મેળવી આપવાના ધંધાને હું તે પરોપકારનું કામ ગણું છું, તે બાપડાં બંને સંતોષ પામે. જે તું. બારીકાઈથી જોઈશ તે તને જણાશે કે કેટલાક કુંવારા, કેટલાક રાંડેલા, અને કેટલાક શેખીન માંડેલા પુરૂષોના સંબંધમાં, કેટલીક શીંગમાંથી સડેલી શેખીન સધવાઓ, અવળે રસ્તે ઉતરેલી અને લાલચમાં ફસાયેલી કેટલીક વિધવાઓ કેવી રીતે જોડાય છે અને તે માટે કેવી કેવી યુક્તિઓ રચાય છે; તેમને સંસારવિલાસની ઈચ્છા થાય, યુવાનીનો મદ ઉભરાતો હોય, અને મન ઉપર અંકુશ હોય નહીં, વેશ્યાવાડે કે હલકી જગાએ જવાય નહીં, તે તે પછી શું કરે? છાની રીતે આવાં સ્થળે શોધે અને મનોકામના પૂરી કરે. મને આ
બધું જોઈને એમ લાગ્યું કે આવો ધંધો કરવામાં ફાયદો છે. બોલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com