________________
૨૦૪
પ્રકરણ ૨૪ મું.
દીક્ષાના વરઘોડા વખતે તેમને હાથી ઉપર બેસાડી સંસારનો છેલો લહાવો લેવડાવ્યો. આ પ્રમાણે કરી તેમના આત્માને ઉદ્ધાર કર્યો અને તેમને સંસારના પારાવાર દુઃખમાંથી મુક્ત કર્યા. તે નવદીક્ષિત શિષ્યો મારી સાથે અત્રે આવેલા છે. વિહારમાં તેમને વડી દીક્ષા પણ આપી છે, તમે તેમની મુખાકૃતિ ઉપરથી સમજી શકશે કે તે કેવા ચાલાક છે.”
કોઈ હરામખોર બકે છે કે આ આચાર્યને તે દીક્ષાનું ગાંડપણ હાલ્યું છે. હું તેને જવાબ આપું છું કે “હા, ગાંડપણ હાલ્યું છે. જે લોકો ધર્મને માટે ગાંડા થાય છે તે જ ખરા ડાહ્યા છે. બસ, અમારે તો દીક્ષા દીક્ષા અને દીક્ષાને બોધ આપવાને છે. દીક્ષા આપવી એજ અમારે ધંધો છે. કેઈ માણસને દીક્ષાને ભાવ થયો કે તરતજ તેને દીક્ષા આપવી જોઈએ. જરા પણ વિલંબ કરવો નહીં. અમે તો ગમે તે આવે તેને દીક્ષા આપવાના. એકસો આઠ ચેલા કરવાને મારે અભિગ્રહ છે. અત્યાર સુધીમાં બાવન જણને દીક્ષા આપી મેક્ષના માર્ગે ચડાવ્યા છે.”
જંબુસ્વામી પછી તો મોક્ષનાં દ્વાર બંધ થયાં છે. બધા મરીને કયાં ભેગા થશે?” એ ઉદ્ગાર સભામાં દૂરથી કોઇના મુખમાંથી નીકળે.
આચાર્ય–“જોયું? સાંભળ્યું ? છે કેઈને અમારા ઉપર શ્રદ્ધા ? તમારા ડાચામાં વાગે તે જડબાતોડ જવાબ મારી પાસે છે, પણ અત્યારે હું ગમ ખાઇ બોલતો નથી, વ્યાખ્યાન પછી મારી પાસે આવજે, ખુલાસો કરીશ. આવી રીતે વ્યાખ્યાન ડોળી નાખનાર અધમીઓની શી ગતિ થશે? મને દયા આવે છે.”
“અમારી દયા ખાવાની જરૂર નથી.” એવો સભામાંથી બીજે ઉદગાર નીકળ્યો.
વચ્ચે લાલભાઈ શેઠ બોલ્યા “મહારાજ ! આપ વ્યાખ્યાન શરૂ રાખો, કેઇના બોલ્યા ઉપર ધ્યાન આપવાની જરૂર નથી.”
આચાર્ય “મારી દીક્ષા પ્રવૃત્તિ વચ્ચે જે કાંઈ વિઘ આવ્યાં ન હોત તો અત્યાર સુધીમાં બીજ ૨૫૭ આત્માનો ઉદ્ધાર કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com