________________
બસંતીલાલની દોસ્તી-બસંતીલાલનું બુલબુલ.
૧૯૧
બનાવી દઉં છું, પણ ભાઈ જયંતીલાલ તેમ કરવા મને છુટ આપે છે. તે મારા ઉપર ક્રોધાયમાન થાય છે તે મને ન ગમે.”
જયંતીલાલ–“તમારા કહેવાથી હું તેને અહીં તેડી લાવ્યો છું તે તમે કેમ ભૂલી જાઓ છે ? તમે તેને ફેશનેબલ લેડી બનાવી દે. પણ જરા ધીમે ધીમે ગાડી પાટા ઉપર ચડાવજે. રીસાય નહીં તેવી યુક્તિ કરવી.”
બકુલ–“મારાથી તે નહીં રીસાય પણ તમે રહ્યા તેના સ્વામીનાથ એટલે તમારાથી કદાચ રીસાય. માટે તમારે સંભાળવાનું છે. જેમ તે રાજીમાં રહે તેમ તમારે વર્તવું. હું રાજીમાં ને રાજીમાં સઘળું કામ કાઢી લઈશ.” એમ કહી આંખના પલકારાથી મશ્કરી કરવા લાગી.
થોડા દિવસ ગયા કે જયંતીલાલની ઓરડીનું બરાબર ઠેકાણું પડી ગયું. વીરબાળાની મુંઝવણ ધીમે ધીમે કમી થવા લાગી. કેઈ કોઈ વખત ચારે જણાં સાથે નાટકમાં અને સીનેમામાં જવા લાગ્યાં. આ નગરમાં પતિપત્નીનાં યુગલોની છુટ, બંને સાથે ફરવા જવાની રૂઢીઓ, બોલવાની ભાષા, વિગેરે આધુનિક સુધારાઓ વીરબાળાની નજર આગળ રમવા લાગ્યા અને તેવા સુધારા તરફ લઇ જવાની જયંતીલાલની પ્રેરણા હોવાથી વીરબાળા તે તરફ દોરાઈ જયંતીલાલ પણ દેખાવડે યુવક હતું તેથી વીરબાળાને બીજાઓની ઈર્ષા કરવાનું કારણ નહોતું, વળી તેના મનમાં જયંતીલાલના કહેવાથી એમ પણ કશી ગયું હતું કે હવે સટ્ટાને વેપાર છેડી દીધું છે, સારે પગાર છે, પૈસાની તંગીના દુઃખને અંત આવ્યો છે, તેથી તે સંતોષમાં રહેતી અને પતિને નારાજ નહીં કરવા અને તેને ખુશ રાખવા પ્રયત્ન કરતી. જયંતીલાલ કહે તેમ વીરબાળા કરતી. ફરવા જતી વખતે અમુક ફેશનથી કપડાં પહેરવાં, અમુક પ્રકારનું પોલકું પહેરવું, છેડા છુટા મુકવા, વગેરે જયંતલાલ કહે તે પ્રમાણે તે કરતી. જો કે બકુલ પાસેથી આ શિક્ષણ લીધું પણ જયંતીલાલનું મન પારખવાનું શિક્ષણ મેળવી શકી નહીં. સામા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com