________________
૧૯૦
પ્રકરણ ૨૨ મું. બકુલ–“ત્યારે તે ઠીક થયું. મુંબઈ જેવું છે તેથી તમને અહીં કાંઈ નવાઈ જેવું લાગશે નહીં.”
આમ બંને જણ વાતમાં ને વાતમાં સામાન ગોઠવવાના કામમાં ગુંથાયાં એટલે જયંતીલાલ ઉડીને બસંતીલાલની ઓરડીમાં ગયો. બસંતીલાલ મશ્કરીમાં કહ્યું “જયંતીલાલ ! તારું બુલબુલ કાંઈ મારા બુલબુલ કરતાં કમી ઉતરે તેમ નથી. જરા શિક્ષણની ન્યૂનતા જણાય છે. પણ બકુલ તેને શિક્ષણ આપી અપ ટુ ડેટ બનાવી મુકશે. બકુલમાં એ કારીગરી વધારે છે. ખરેખર હું તે જ્યારથી બકુલને અત્રે લાવ્યો છું ત્યારથી સુખી થયો છું, મોટા સારા સારા માણસોના પરિચયમાં આવ્યો છું, પૈસા પણ સારા મળે છે, તે પૈસાની ચિંતા કરીશ નહીં. મારા કરતાં તારી પાસે સાધન સારું છે, પણ યુક્તિથી કામ લેવાનું છે. આવા કામમાં ઉતાવળ કરવાથી મામલે બગડે છે. તે યુક્તિઓ બકુલ શીખવશે. બકુલ ગુરૂ અને વીરબાળા શિષ્યા.”
બકુલ વીરબાળાને બધું ગોઠવી આપી બસંતીલાલ પાસે આવી અને એરડી બંધ કરી. જયંતીલાલને માથે ટપલી મારી મશ્કરી કરી બકુલ કહેવા લાગી “જયંતીલાલ ! ભાભી સાહેબ તે અલબેલાં છે, હું તો સમજતી હતી કે તે ઠીક ઠીક હશે પણ આ તો ભલભલાને ચળાવે તેવાં કામણગારાં છે.”
બસંતીલાલ “કેમ જયંતીલાલ! મારો અને તેને અભિપ્રાય મળ્યાને ? મેં કહ્યું કે મારા બુલબુલ કરતાં તમારું બુલબુલ કમી નથી.”
“ત્યારે તો એમ કહોને બે બુલબુલની જોડી બની” એમ કહી બકુલ ખુબ હસવા લાગી.”
બસંતીલાલ–“બકુલ! જે હવે તારે એક કામ કરવું. તે શરમાળ છે, તેની શરમ ધીમે ધીમે છેડાવ, છુટથી વાત કરતાં, હસતાં, તાળી આપતાં શીખવ, જુદી જુદી ઢબથી કપડાં પહેરાવતાં શીખવ, પિીને કેવી રીતે ભરાવવી તેને પાઠ ભણાવ.”
બકુલ–“જુઓ તો ખરા! પંદર દિવસમાં ખરેખર બુલબુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com