________________
૧૭૮
પ્રકરણ ૨૧ મું. મેટી પેઢીમાં નેકર છે, બી. એ. સુધી અંગ્રેજી ભણેલા છે. સારો પગાર મળે છે. પરંતુ છ માસથી તેમને ગળતીનું દરદ લાગુ પડવાથી બીછાનાવશ છે હું ઉપાશ્રયે સાધ્વી પાસે જતી આવતી એટલે તે જ શીખવણી કરે કે ધણું તો સ્વાર્થી છે, માબાપ પણ તેવીજ શીખામણ આપે. હવે મને તેને ખ્યાલ આવે છે કે માબાપ મારા સ્વાર્થ માટે નહીં પણ તેમના સ્વાર્થ માટે કહેતાં હતાં. ધણું મરી જશે એટલે છેડી વિધવા થવાથી પીયરમાં સંભાળવી પડશે, માટે છેને દીક્ષા લે, જેથી સંભાળવી મટે. આમ સૌ પોતપોતાના સ્વાર્થ તાકતું હતું. પણ મારે સ્વાર્થ બગડે છે તેનું ભાન ન રહ્યું. સંસારોપણમાં ધણુને પાણીનો લોટો ભરીને પાવો ન પાલવ્યો અને અહીં મેરીઆ ભરી ભરીને થાકી ગઈ, આહાર પાણી લઈ આવવામાં અને પગ દબાવવામાં મારા હાથ દુખવા માંડ્યા, ગાળે સાંભળી મારા કાન બહેર માર્યા ગયા; અને છેવટે મારી આ ભુંડી દશા થઈ. મેં મારા ધણીને લોટો ભરી પાણી પાયું હેત, હાથ પગ પંપાળ્યા હોત, જોઈએ તેવી રસોઈ બનાવી આપી હતી, મધુર શબ્દોમાં તેમની આજ્ઞા પાળી હોત, તો મેં હાલ જેટલી ગુલામગીરી ઉઠાવી છે તેને સેમ ભાગ પણ થાત નહીં. તેમને સંગ્રહણનું દરદ હોવાથી પરાણે પરાણે ઉઠી જાજરૂમાં જતા, પણ મેં અભાગણુએ એક દિવસ એટલું પણ ન કહ્યું કે “તમે બહાર જશે નહીં, ખાટલા પાસે વાસણમાં બેસે, હું સાફ કરીશ.” અને અહીં માત્રુ પરવામાં અને કપડાં ધેવામાંથી ઉંચી આવી નહીં. અફસોસ !! હવે હાયપીટ કરે શું થાય?”
ઉત્તમશ્રી–“તે હાલ જીવે છેને?”
ચતુરશ્રી “માંદગી ગંભીર હતી તેથી કોણ જાણે શું બન્યું હશે. અત્યારે કોઈ મને કહે કે તે જીવતા છે તે હું...શું કહું ? મારી જીભ ઉપડતી નથી.”
ઉત્તમશ્રી—“ધીરજ રાખ! મને પણ દુઃખ પડવામાં બાકી રહ્યું નથી. અમારી તદન ગરીબ અવસ્થા હતી. નાની ઉંમરમાં રાંડી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com