________________
૧૮૪
પ્રકરણ ૨૨ મું.
બાઈએ આવીને છાનાં રહેવા ઘણુંએ કહ્યું પણ તે તો ઉચું જુએજ નહીં, આથી આજુ બાજુનાં પાડોશી ભેગાં થયાં અને આશ્ચર્યપૂર્વક પુછવા લાગ્યાં “છે શું?” અવંતીલાલે કહ્યું “કાંઈ નહીં, આ તો સરિતાની મા મરી ગઈ છે તેથી તેની માસી કાણે આવી છે.”
આ પ્રમાણે ધાંધળ થવાથી મેનાબાઈએ કહ્યું “બેન તમે આમ ન કરે, છાનાં રહો, લોકો આમ ભેગા થાય તે ઠીક ન કહેવાય, સરિતા તમને મળવા આવી ત્યારે તમે તેને ઘરમાં પગ મુકતાંજ રોવા બેસાડી.” મેનાબાઈના આ શબ્દો સાંભળી બીજાં બેરાંએ પણ તે વાતને ટેકે આપી મહા મહેનતે મેં મુકાવ્યું. અવંતીલાલે તેના મામા કેસરીમલને પણ છાના રાખ્યા.
આ પ્રકારે મામા માસી રોવાની વિધિમાંથી પરવાર્યો ત્યાર પછી સરિતાનાં સુખ દુઃખની વાતો પુછવાનો અવસર મળ્યો. નવલકુંવરે વાતમાં પણ સરિતાને રોવરાવવાની વાતનો આરંભ કર્યો. તે મેનાબાઇને સહન ન થવાથી બોલી “નવલકુંવર! તમે વખત ઓળખતાં નથી. રસોઈ ઠંડી થઈ ગઈ, ગાડીમાંથી જેવાં આવ્યાં તેવાં તેમને જમાડી લેવાની વાત કરે મુકી અને આ રેવાની ધાંધળ કરી મુકી, માટે હમણાં તે વાતે રહેવા દો અને તેમને જમવા દો. ભાણુને તે હીંમત આપવી કે આવી આવી વાત કરી તેને રડાવવી ? તમારો આ રીવાજ મને તો ગમત નથી” એમ કહી મેનાબાઈએ અવંતીલાલ, કેસરીમલ અને સરિતાને વાળુ કરવા બેસાડયાં. આ પ્રમાણે જ્યારે મેનાબાઈએ જરા ઉંચા સાદે કહ્યું ત્યારે તેઓ શાંત થયાં.
જમી રહ્યા પછી સાંજે અવંતીલાલ નામ ઠામ સગપણ વીગેરેની માહીતી મેળવવા કેસરીમલ સાથે વાતો કરવા લાગ્યા.
અવંતીલાલ–“તમારે ક્યાં રહેવું?”
કેસરીમલ–“અમે બક્ષીપુર રહીએ છીએ. બક્ષીપુર અહીંથી પૂર્વદિશામાં આવ્યું. અહીંથી સીધા ભુસાવળ જવાની પાકી સડક છે તેની વચ્ચે બક્ષીપુર આવે છે. હમેશાં રીતસર ભાડાની મોટરો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
હમણાં તે વાતે
આવી વાત કરી કરી મેનાબાઈએ પણ ત્યારે