________________
કનકનગરમાં જયંતીલાલ અને વીરબાળા.
૧૮૭
પ્રકરણ ૨૩ મું.
કનકનગરમાં જયંતીલાલ અને વીરબાળાને નવો ગૃહસંસાર, બસંતીલાલની દાસ્તી. બસંતીલાલનું બુલબુલ
(દેહ) ભોળી ભલી ભામિનીને, ભરમાવે ભરથાર, અવળા રસ્તે દોરીને જીવન કરે ખુવાર; સગુણ નારી સંપડી ગુણની નહીં દરકાર,
હીરાની કીંમત નહીં તે નરને ધિક્કાર. –લેખક.
અરે! તમે મને ક્યાં અહીં લાવ્યા ? દિવાનખાનું અને બે ઓરડીઓ તે સારી સવડવાળી છે, પણ તમે કહેતા હતા કે પાડોશ ઘણો જ સારે છે, તેમાં વસ્તી પણ સારી છે, પણ મને તે કાંઈ સમજણ પડતી નથી.”
વીરબાળા! હમેશાં દરેક નવું સ્થાન એવું જ લાગે, જેમ જેમ સહવાસ થશે તેમ તેમ પાડોશી સાથે ઓળખાણ થશે એટલે અતડાપણું નીકળી જશે, પછી તને ગમશે.”
પણ મને તો આ જગે ભયભરેલી લાગે છે.”
જે તેમ તને લાગશે તે આપણે બદલી નાખીશું. આપણું આ જોડેના પાડોશી ભાઈ બસંતીલાલ ઘણાજ માયાળુ છે. તેમનાં બૈરાં પ્રેમાળ અને સારા સ્વભાવનાં છે, તેમના આગ્રહથીજ અહીં આવ્યો છું. બસંતીલાલ પણ શેરબઝારમાં કામ કરે છે. તેમણે મને કહ્યું છે કે શેરબઝારમાં નોકરીની જરૂર ગોઠવણ કરી આપીશ. તેમ છતાં કદાચ બઝારમાં જે કંઈ કરી ધાર્યા પ્રમાણે સારી નહીં મળે. તો દર માસે સે રૂપીઆ પ્રમાણે મને નોકરી આપવા તેમણે ઈચછા બતાવી છે. વળી અત્રે લાલભાઈ શેઠ છે તેમની પણ મહેરબાની છે. તેમણે પણ દર માસે પચાસ રૂપીઆ રળાવવા કહ્યું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com