________________
૧૮૬
પ્રકરણ ૨૨ મું.
પછી જરા વાર શાંત રહી વિચાર કરી ગંભીર સ્વરૂપે કેસરીમલ કહેવા લાગ્યો “આ બે છોકરાં અમારે ઘેર ન મોકલો? અમે તેમને સંભાળીશું અને અમારાં છોકરાં જેવાં રાખીશું.”
જોડે બેઠેલાં મેનાબાઈએ તરતજ જવાબ આપ્યો “ના, બા, એ છોકરાં મારે ત્યાં મોટાં થશે. નાનપણથી જ મારે ઘેર રહેલાં છે. અમારી સાથે તેમનો જીવ મળી રહ્યા છે માટે અમે તેમને કયાંઈ મેકલવાનાં નથી.”
નવલકુંવર બેલી “કેમ ભાણું ! મામાને ઘેર આવવું છે ને ? ત્યાં તને ગમે તેવું છે. મામાને બે છોડીઓ અને બે મોટા છોકરા છે, મેટા છોકરાનું અને છેડીનું આ સાલ લગ્ન છે. બક્ષીપુર આ. અમરાપુર જેવું મોટું શહેર નથી. નાનું ગામડું છે.”
સરિતાએ જવાબ આપ્યો “મારે તે આ ઘર મુકી બીજે ઠેકાણે જવું નથી. મને અહીં શીવાય ક્યાંઈ ગમે નહીં. ભાઈ કલ્યાણ ચંદ્રકુમારભાઈને ત્યાં છે તે ત્યાં ભણશે.” - આ પ્રમાણે સરિતાને જવાબ સાંભળી કેસરીમલે અવંતીલાલને જણાવ્યું. “તમારી હકીકત જાણીને અમે લઈ જવાને વધારે આગ્રહ કરતાં નથી પરંતુ એટલી અમારી માગણી છે કે વૈશાખ માસમાં છેકરાનું અને છેડીનું લગ્ન છે તે ઉપર જરૂર ભાઈ બેનને મેકલજે. આગળથી તમને ખબર આપીશું અને ખાસ તેડવા માટે માણસ મોકલીશું.”
અવંતીલાલે જવાબ આપ્યો તે વાત બરાબર છે. લગ્ન ઉપર સરિતાને જરૂર મોકલીશું. કલ્યાણને માટે કહેવાય નહીં. જેવો સમય! ચંદ્રકુમાર અને તેના મિત્રો હા પાડશે તો મોકલીશું.”
આ પ્રમાણે વાતચીત કરી બીજા દિવસે મામા માસી મોટરમાં પિતાને ગામ બક્ષીપુર રવાના થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com